Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

મરીન નેશનલ પાર્ક જામનગર આયોજીત ફોટોગ્રાફી સ્પર્ધામાં યુવા તસ્વીરકાર જગત રાવલ ની તસ્વીર વિજેતા : વાઈલ્ડલાઈફ વીક ની ઉજવણીના ભાગરૂપે યોજાય હતી સ્પર્ધા

જામનગર : જામનગર વન વિભાગ મરીન નેશનલ પાર્ક દ્વારા કોરોનાની મહામારી વચ્ચે વાઈલ્ડલાઈફ વીક ની ઉજવણી ઓન લાઇન ફોટોગ્રાફી સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી જેમાં જામનગરના વાઈલ્ડલાઈફ ક્ષેત્રે વર્ષો કાર્યરત યુવા તસ્વીરકાર જગત રાવલ ની તસ્વીર વિજેતા થઈ હતી.

મરીન નેશનલ પાર્ક દ્વારા યોજયેલી સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી જેમાં હ્યુમન એન્ડ વાઈલ્ડલાઈફ વિષયમાં કલ્યાણપુર નજીક શિયાળાની ઋતુમાં આવતી ક્રેન ની ત્યાં ના સ્થાનિકો સાથેની જગત રાવલ દ્વારા ખેંચવા માં આવેલી તસ્વીર ને દ્વિતિય વિજેતા જાહેર કરવામાં આવી હતી.

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભાવેશભાઈ ત્રિવેદી રાજકોટ અને ધૈવત હાથી અમદાવાદ એ સેવા આપી હતી, સ્પર્ધાને સફળ બનાવવા મરીન નેશનલ પાર્કના ડી.સી.એફ. સેનથીલ કુમાર, એ.સી.એફ. એન.એન. જોષી અને પ્રતીક જોષી વિગેરે એ જહેમત ઉઠાવી હતી, આ સ્પર્ધામાં જામનગર દ્વારકા ના અનેક વાઈલ્ડલાઈફ તસ્વીરકારો એ ભાગ લીધો હતો.

(10:48 am IST)