Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ધોરાજીમાં ઝરમર વરસાદ : સૌરાષ્ટ્ર - કચ્છમાં ધૂપ-છાંવ યથાવત

સવારથી વાતાવરણમાં પલ્ટો : અચાનક વાદળા છવાય જાય છે તો થોડીવારમાં વાતાવરણ સૂર્ય પ્રકાશિત

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે પણ ધુપ-છાંવનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ધોરાજીમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો.

સવારથી આજે સર્વત્ર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અચાનક વાદળા છવાય જાય છે અને થોડીવારમાં વાતાવરણ સૂર્ય પ્રકાશિત થઇ જાય છે. જો કે બફારો યથાવત છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ધોરાજી સારો વરસાદ થતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને કઠોડનું વાવેતર કરેલ બાદમાં વરસાદ ખેંચાતા ધરતીનો તાત ચિંતામાં મુકાયો છે. આજે સવારે ૮.૩૦ કલાકે ધીરી ધારે વરસાદ ચાલુ થતા ખેડૂતોએ મેઘરાજા મન મુકીને વરસે એ અંગે પ્રાર્થના કરેલ અને સારો વરસાદ થાય અને મોલાતને નવજીવન મળે, વરસાદ મચ્છરીયો આવે છે અને વધુ સારો વરસાદ આવે તેવી પ્રાર્થના ધરતીપુત્રો કરી રહ્યા છે.

(12:42 pm IST)