Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષનું માદરે વતનમાં અભિવાદન કરાયું

ડો.દીપિકાબેન સરડવાનું મોરબીના ભાજપ મહિલા મોરચા તેમજ પાટીદારધામ સંસ્થા દ્વારા સન્માનપત્ર અને શ્રીફળ આપી અભિવાદન કરાયું

મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પદે મોરબીના વતની ડો. દિપીકાબેન સરડવાની નિમણુંક થતા મોરબી પાટીદારધામ તથા ભાજપ મહિલા મોરચા દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતું.

  મોરબીના વતની દિપીકાબેન સરડવાની પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે વરણી થતા ડો.દીપિકાબેન સરડવાનું મોરબીના ભાજપ મહિલા મોરચા તેમજ પાટીદારધામ સંસ્થા દ્વારા સન્માનપત્ર અને શ્રીફળ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ દેકાવડીયા તેમજ મંત્રી નાનજીભાઈ મોરડીયા અને અન્ય કાર્યકર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(10:45 am IST)