Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

મોરબી શ્રાવણિયો જુગાર પુરબહાર :મોરબીના બે જગ્યાએ જુગાર પર દરોડો કુલ ૯ ઝડપાયા.

મોરબી તાલુકાના લગધીરનગર (નવાગામ) ગામની સીમમાં વિલ્સન પોલીપેક કારખાનાની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પી આઈ એમ આર ગોઢાણીયાની સુચનાથી પી એસ આઈ વી જી જેઠવા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયા સ્ટાફના પંકજભા ગુઢડા અને જયદીપભાઈ પટેલને બાતમી મળી હતી કે મોરબીના લગધીરનગર(નવાગામ)ની સીમમાં વિલ્સન પોલીપેક કારખાનાની ઓરડીમાં રહેતા છોટુકુમાર ભોલાપ્રસાદ બિન ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા છોટુકુમાર ભોલાપ્રસાદ બિન, કિશોરભાઈ પ્રેમજીભાઈ પરમાર અને કિશોરભાઈ વિરજીભાઈ શેરસીયાને રોકડ રકમ રૂ.૧,૨૦,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી રેડમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વાવડી રોડ, સોમૈયા સોસાયટી પાસે સતનામ કોમ્પ્લેક્ષમા દુકાનોની વચ્ચેના ભાગે આવેલ ખુલ્લી જાહેર જગ્યામા જુગાર રમતા ફીરોજભાઇ મહમદહુશેનભાઇ કોરમ, ભગવાનજીભાઇ ટીડાભાઇ ટોઇટા, ઘનશ્યામભાઇ ગગજીભાઇ ગોહિલ, હુશેનશા રોશનશા શાહમદાર, વાલજીભાઇ શામજીભાઇ કાંજીયા, ગોકળભાઇ વીશાભાઇ ટોટાને કુલ રોકડ રૂ. ૧૦,૨૦૦ સાથે ઝડપી લીધા હતા.

(10:44 am IST)