Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી કબરાઉ કચ્છમાં અષાઢીબીજની આસ્થા ઉજવણી

ધજારોહણ વિધિ, મહાઆરતી અને મહાપ્રસાદમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો : શ્રી મોગલધામમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ૩૪ દિકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયો : ઓસ્ટ્રેલીયાના શીતલબેન ગઢવીએ દરેક દીકરીઓને અઢી લાખનો કરિયાવાર આપ્યો

વાંકાનેર,તા. ૧૩: કચ્છમાં સામખીયારીથી ૩૫ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકાનું જગ પ્રશિદ્ઘ તીર્થધામ કે 'જયાં ધજા ફરકે છે સત ધર્મની' એવા કબરાઉ માં આવેલ વડવાળી મણિધર મોગલ માતાજી (શ્રી મોગલ ધામ)ની પાવન પવિત્ર ભૂમિમાં ગઈકાલે અષાઢી બીજની ઉજવણી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે આસ્થાભેર કરવામાં આવેલ સવારે શ્રી મોગલ માતાજીનું વિશેષ પૂજનઅર્ચનવિધિ, તેમજ 'ધજારોહણવિધિ' કરવામાં આવેલ હતી ગઈકાલે અષાઢી બીજ મોગલ ધામમાં મનાવવામાં આવેલ હતી પચાંગ ને અનુસાર ગઈકાલે બીજ અને રવિવાર હતો , ગઈકાલે અષાઢીબીજ ના પાવન પુણ્યશાળી અવસરે કબરાઉધામના' શ્રી મોગલધામ'માં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત , કચ્છ , હાલાર , રાજકોટ, અહમદાવાદ, તેમજ ઝાલવાડ, મોરબી અને દૂર દૂરથી માતાજીના ભકતજનો પધારેલા હતા માતાજીની સાંજના થતી મહા આરતીમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનોએ લાભ લીધેલ હતો તેમજ ગઈકાલે મહા પ્રસાદમાં હજારો ભાવિકોએ પ્રસાદ લીધેલ હતો. શ્રી મોગલ ધામના પૂજય શ્રી બાપૂશ્રીએ ગઈકાલે પ્રવચનમાં કહેલ કોરોનાની ભંયકર પરિસ્થિતિમાં કબરાઉમાં શ્રી મોગલધામમાં દર્શન બંધ નથી રહયા જે શ્રી મોગલ માતાજીની અસીમ કૃપા છે , આજે સહુ ભાવિક ભકતજનોને મારી વિનંતી શ્રદ્ઘા રાખવીમાં ઉપર પરંતુ ડોકટરની દવા જરૂર પડે તો જરૂર લેવી અંધ શ્રદ્ઘા રાખવી નહીં મારા બાપ તમને માતાજીએ કાંઈક આપેલ હોય તો ખબરનો પડે એમ ગરીબ પરિવાર ની મદદ કરજો બાપ, કોઈ જરૂરિયાત લોકોને દવા લઈ દેવી એ પણ મોટો સેવા યજ્ઞ છે તેમ પૂજય બાપુશ્રીએ ગઈકાલે અષાઢીબીજના આશીવર્ચન પ્રવચનમાં કહેલ હતું. વિશેષમાં હમણાં જ તાજેતરમાં કબરાઉ શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર, શ્રી મોગલ ધામ ખાતે૩૪ દીકરીઓના સમૂહલગ્નોત્સવ' માતાજીના દરબારમાં સોસ્યલ ડિસ્ટન સાથે સરકારની ગાઈડ લાઈન અનુસાર સરસ રીતે યોજાયેલ. આ પ્રંસગે ૧૫૧ કુંડી નો મહા યજ્ઞ નું પણ સાથોસાથ આયોજન હતું જે હાલની પરિસ્થિતિને લઈને સરકારના નિયમ અનુસાર જે (૧૫૧ કુંડી માતાજી નો હોમાત્મક યજ્ઞ) મુલતવી રાખેલ અને (૩૪ દીકરીઓના લગ્ન) યોજાયેલ જે સમૂહ લગ્ન ઓસ્ટ્રેલીયાના યજમાન અને શ્રી મોગલ માતાજીના પરમ ઉપાસક એવા શ્રી શીતલબેન ગઢવી (ઝાલા પરિવાર) ના દ્વારા આ સમૂહ લગ્ન યોજાયેલ અને શીતલબેન ગઢવીએ એક એક દીકરીઓને (અઢી લાખનો કરિયાવર) આપેલ હતો. આ પ્રસંગે શીતલબેન ગઢવીએ કહેલ શ્રી મોગલ માતાજીના આશીર્વાદ અને પૂજય બાપૂની કૃપાથી આ સેવા કાર્યો કરવાની મને તક મળેલ હું તો માત્ર નિમિત છું કાર્ય તો મોગલ માતાજીએ કરેલ છે ગયા વર્ષે પણ શીતલબેન ગઢવીએ (૧૫૧ સમૂહ લગ્ન) કરાવેલા હતા ગઈકાલે રવિવાર ના મોગલધામ ખાતે સાંજે મહા આરતી માં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શન નો મહા પ્રસાદ નો લાભ લીધેલ હતો ગઈકાલે વાંકાનેર ના પ્રેસ પ્રતિનિધિ અને શ્રી મોગલ માતાજીના ભકતજન શ્રી હિતેષભાઇ રાચ્છે પણ કબરાઉના શ્રી મોગલ ધામ ખાતે પૂજય,'બાપુશ્રી'દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

(11:33 am IST)