Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કચ્છના ખડીર ધોળાવીરા પંથકમાં ખેડૂતોએ થાળીઓ વગાડી તીડને ભગાડયા: અબડાસા, લખપત, નખત્રાણા,ખાવડા, ભચાઉ પછી ધોળાવીરામાં તીડનું આક્રમણ

ભુજ :  ગત અઠવાડિયે પાકિસ્તાનમાંથી આવેલા રણ તીડોએ કચ્છના સરહદી પંથકમાં મોટે પાયે આક્રમણ કર્યું છે. એક અઠવાડિયામાં કચ્છના ૧૦ માંથી ૬ તાલુકાઓમાં રણ તીડ ત્રાટકયા છે

  જોકે, ગત અઠવાડિયે તીડ આક્રમણના સમાચારને પગલે તીડ નિયંત્રણ અધિકારી અશોક બારૈયા સહિતની ટીમ ગામડાઓ ખૂંદીને દવાનો છંટકાવ કરી રહી છે. તો, ખેડૂતો પણ થાળી વગાડી તીડ ભગાડી રહ્યા છે. આજે ખડીર ધોળાવીરામાં તીડના આક્રમણને પગલે ખેડૂતોએ એલર્ટ થઈને થાળીઓ વગાડી તીડને ભગાડ્યા હતા.

(11:11 pm IST)