Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાળંગપુરમાં હનુમાન જયંતિએ પ૪ ફૂટની મહાકાય હનુમાનજીની મુર્તિનું અમિતભાઇ શાહના હસ્‍તે લોકાર્પણ

પપ કરોડના ખર્ચે નવી બનાવેલ ભોજનાલય પણ ખુલ્લુ મુકાશે

રાજકોટ, તા. ૧૩ : સાળંગપુરશ્રી કષ્‍ટભુજન દેવ હનુમાનજીના સાનિધ્‍યમાં તા. ૬ એપ્રિલને હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની વિશાળ મૂર્તિ તથા ભવ્‍ય ભોજનનાલયનું કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્‍તે લોકાર્પણ કરાશે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી દિન નિમિત્તે વિરાટ કાય હનુમાનજી દાદાની મૂર્તિનું કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહના હસ્‍તે લોકાર્પણ કરાશે. પૂર્વ સંધ્‍યાએ સાંસ્‍કળતિક કાર્યક્રમ તેમજ લોક ડાયરા સહિત અને કાર્યક્રમનું આયોજન કરાશે. સાથે સાથે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરાશે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ અને સુવિચાર એવા સાળંગપુર ધામમાં આગામી તારીખ ૬ એપ્રિલ હનુમાન જયંતી નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પંચધાતુની ૫૪ ફૂટની હનુમાનજી દાદાની મૂર્તિનું કેન્‍દ્રીયમંત્રી અમિતભાઇ શાહના હસ્‍તે લોકાર્પણ કરાશે. તેમજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ગુજરાતનું સૌથી મોટું ૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભોજનાલયનું પણ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહના હસ્‍તે લોકાર્પણ કરાશે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ ૬ એપ્રિલના રોજ હનુમાન જયંતી દિન નિમિત્તે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહની ખાસ હાજરી વચ્‍ચે ૫૪ ફૂટની પંચધાતુની વિરાટકાઈ હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તેનો પણ અમિતભાઇ શાહના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવશે. જેને લઇ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા તમામ કામોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતીની પૂર્વ સંધ્‍યાએ હનુમાનજી દાદાની વિરાટ કાય ૫૪ ફૂટની મૂર્તિ પાસે પૂજા સાંસ્‍કળતિક કાર્યક્રમ તેમજ ભવ્‍ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ૬ એપ્રિલ હનુમાન જયંતીના રોજ લોકાર્પણના કાર્યક્રમ સાથે અનેકવિધ કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવશે. ત્‍યારે વડતાલના ગાદીપતિ પરમ પૂજ્‍ય રાકેશપ્રસાદજી, કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ સહિત અન્‍ય દિગ્‍ગજ રાજકીય આગેવાનો, સંતો, મહંતો તેમજ ખૂબ મોટી સંખ્‍યાની અંદર હરિભક્‍તો આ અવસર સમયે હાજર રહેશે.(૯.૧૯)

 

 

(3:48 pm IST)