Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

વાંકાનેરના નવા ખારચીયાના શ્રી કરૂણાનિધાન આશ્રમમાં પૂ.મોરારીબાપુની ઉપસ્થિતીમા પ્રાગટય મહોત્સવ ઉજવાશે

વાંકાનેર તા.૧૩ : મોરબી જીલ્લા તેમજ તાલુકાના મુનવા ખારચીયા (ઓમનગર) ખાતે ''શ્રીકરૂણા નિધાન આશ્રમ'' ખાતે શ્રીમત કરૂણાસાગર ભગવાનનો ર૪૬ મો પ્રગટય મહોત્સવ શ્રી હનુમાનમાજી મહારાજની કૃપાથી ત્રીદિવયસીય અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.સફળ બનાવવા ભકતજનો તૈયારી કરી રહ્યા છે.

તા.૧૭-૧ ને બુધવારે સવારે ૯-૩૦ કલાકે પૂ.મોરારીબાપુ સત્સંગનો લાભ તેમજ આશિવર્ચન આપશે તેમજ તા.૧૮ને ગુરૂવારના રોજ રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે જેમાં પૂ.મહંતશ્રી જયશ્રીદાસ માતાજી (ભકિતધારા) કિર્તીદાન ગઢવી (ભજનીક) માયાભાઇ આહીર (સાહીત્યકાર) દેવદાન ગઢવી (સંચાલક) શબ્બીરમીર, નીકુંજ અગ્રાવત (ઉસ્તાદ) રાજુ મકવાણા, મેહુલ મકવાણા (બેજોવાદક) પ્રકાશભાઇ, મનીષ (મંજીરા), સહિતના કાલકારો અનેરા સંગીતની શૈલી સાથે ભકિતરસની ભજનોની રંગત જમાવશે.

તા. ૧૯ને શુક્રવારે સવારે૯-૧પ કલાકે શ્રીમતકરૂણાસાગર ભગવાનનું પ્રાગટય તેમજ બપોરે ૧ર કલાકે મહાપ્રસાદ રાખેલ છેે.

આ પ્રસંગે સાધુ-સંતો તથા ઓમનગર, રામનગર, જુના ખારચીયા ત્રણેય ગામ ધુવાણા બંધ તેમજ આમંત્રીત ભકતજનો, મહેમાનો વિશાળ સંખ્યામાં હરિહરપ્રસાદ લેશે આ પ્રસંગે પ.પૂ. મહંતશ્રી ઇન્દ્રભારતીજી મહારાજ (રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ-જુનાગઢ) પ.પૂ. મહંતશ્રી મોહનનાથજીબાપુ (ઉનમુન આશ્રમ-અમદાવાદ) પ.પૂ. મહંતશ્રી જનકસિંહ (અમરધામ) જીલાળા, પ.પૂ. મહંત શ્રી ભરતદાસજી માતાજી (કાણગંગા) તેમજ અનેક અતિથી વિશેષ તરીકે મહાનુભાવો પણ પધારશે.

આ ઉપરાંત તા.૧૯ને શુક્રવારે બપોરે ૧ર થી નિઃશુલ્ક નિદાન, આયુર્વેદિક દવા વિતરણ કેમ્પ રાખેલ છે જેમાં રાજકોટના ડોકટરો સેવા આપશે આ કેમ્પના દાતા માતૃ લાલબાઇ લક્ષ્મીદાસ ગીરી (ભાનુશાળી પરિવાર) છે તેમજ તા. ૧૯ના મહાપ્રસાદના દાતા કનુભાઇ તળશીભાઇ ગામી વિરપરવડા (હ.મોરબી) રહેવાસી છે.

ભકતજનોને પધારવા પ.પૂ. મહંત જયશ્રીદાસ માતાજી ગુરૂસેવાદાસજી શ્રી કરૂણા નિધાન ચાશ્રમ મુ.નવા ખારચીયા (ઓમનગર તા.જી. મોરબી દ્વારા ભાવભર્યું નીમંત્રણ છે વધુ વિગત માટે સેવક સંચાલક કોન્ટેક સંજયભાઇ મો.૯૮૭૯૬ ૪૭૯૭૩ તેમજ રમેશભાઇ મો.૯૮૭૯૦ પપ૦૯૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:06 pm IST)
  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST