Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ખંભાળીયાના સોનારડી પાસે કલુસિંગનું ટ્રકની ઠોકરે મોત

મુળ એમપીના આધેડ ખેતરેથી ચા લેવા નીકળ્યા ને કાળ ભેટ્યો

રાજકોટ તા. ૧૨: દેવભુમિ દ્વારકાના ખંભાળીયા તાબેના સોનારડી ગામે રહેતાં અને ખેત મજુરી કરતાં મુળ મધ્યપ્રદેશના કલુસિંગ ઢેકુભાઇ ભચાહ (ઉ.વ.૪૫) ગઇકાલે ખેતરેથી ચા લેવા બાઇક લઇને નીકળ્યા ત્યારે ચમારડી સોનારડીના પાટીયા પાસે ટ્રેક બાઇકને ઠોકરે લેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક અપરિણીત હતાં અને ઘણા સમયથી સોનારડી રહી ખેત મજૂરી કરતાં હતાં. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ખંભાળીયા પોલીસને જાણ કરી હતી.

(1:05 pm IST)