Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ઓખામાં વિશ્વ દિકરી દિવસની ઉજવણી

ઓખા ખાતે વિશ્વ દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કહેવાય છે કે નસીબદાર હોય તેને જ ઘરે લક્ષ્મીજી એટલે કે દીકરીનો જન્મ થાય છે. તથા દીકરીને તો આગલા જન્મમાં કરેલા પુણયની આ જન્મમાં મળેલી રસીદ પણ માનવામાં આવે છે. આ ઉપરાંત આપણી સંવેદનશીલ સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓ, સુકન્યા યોજનાઓ જેવી અનેકવિધ યોજનાઓ કાઢી દીકરીઓના શિક્ષણને વેગ આપી તેમને પુરૂષ સમોવડી ગણવામાં આવે છે ત્યારે ઓખાના શિક્ષક પુજાબેન દવે તથા નારીશકિત મહિલા મંડળના પ્રમુખ મરિયમબેન તથા ઉપપ્રમુખ હલીમાબેન તથા મહિલા મંડળની તમામ મહિલાઓ દ્વારા નાની નાની બાળાઓને નોટબૂક અને પેનનું વિતરણ કરી વિશ્વ દીકરી દિવસની શુભેચ્છાઓ આપી ઉજવણી કરવામાં આવી હતી.(તસ્વીરઃ દિવ્યેશ જટણીયાઃ મીઠાપુર)

(11:49 am IST)