Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દ્વારકાધીશ જગતમંદિર પરિસરને સંપૂર્ણ આયુર્વેદિક પધ્ધતિથી તૈયાર કરાયેલ રજત ભસ્મ દ્વારા સેનીટાઇઝ

દ્વારકાઃ કોરોના મહામારીના સમસ્યા દિનપ્રતિદિન વધી રહી હોય અને ભારત વિશ્વમાં અમેરીકા બાદ બીજા નંબર પર પહોંચી ગયું હોય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાયો હોય લોકડાઉન બાદ ખોલાયેલાં દ્વારકાધીશ જગતમંદિરમાં ધીમે-ધીમે યાત્રાળુઓનો પ્રવાહ પૂવર્વત થઇ રહ્યો હોય ત્યારે જગતમંદિરને ગતરાત્રિના સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું. જગતમંદિરમાં ઠાકોરજીના નિજગૃહનો સભાખંડ તેમજ જગતમંદિર પરિસરના તમામ વિસ્તારોને સેનીટાઇઝ કરવામાં આવ્યા હતા. વિશેષત : ચાંદીની ભસ્મમાંથી નિર્મિત અને આયુર્વેદિક પધ્ધતિથી ચામડી કે શરીરને કોઇ જાતની નુકસાની ન પહોંચે તે રીતે તૈયાર કરાયેલા પ્રવાહી દ્રાવણ દ્વારા જગતમંદિરને સેનીટાઇઝ કરાયું હતું. જગતમંદિરનું વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિ દ્વારા સમયાંતરે સેનીટાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાય છે. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:23 am IST)