Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કચ્છમાં મુન્દ્રા નજીક ભૂકંપનો આંચકો: પ્રથમ વખત કેન્દ્ર બિંદુ બદલાયું

ભુજ : મુન્દ્રાની પાસે આજે ભૂકંપનો આંચકો નોંધાયો છે. રાત્રે ૮.૪૬ વાગ્યે રિકટર સ્કેલ ઉપર ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. મુન્દ્રાથી ૧૮ કિલોમીટર દૂર બેરાજા પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. સામાન્ય રીતે દુધઈ, ભચાઉ, રાપર, ભુજ અને નજીકના લોડાઇ પંથક માં ભૂકંપ નું કેન્દ્ર બિંદુ હોય છે. આ વખતે મુન્દ્રા ભુજ વચ્ચે આવેલ બેરાજા ગામ નજીક કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

(10:29 pm IST)