Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

જામજોધપુરમાં હાઇ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયુઃ વાસ્મોના ડિરેકટરના પુત્ર સહિત ૩ની ધરપકડ

જામજોધપુરઃ જામનગર જિલ્લાના જામજોધુપરમાં પોલીસે હાઇ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કરીને 'વાસ્મો'ના ડિરેકટરના પુત્ર સહિત ૩ની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર-ધ્રાફા રોડ પરના ખેતીની જમીનની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી વાડીના માલિક જયદીપ અમુભાઇ વૈષણાની (ઉ.વ.૩૨), શૈલેષ જમનાદાસ કાલરીયા (ઉ.વ.પ૦), રાકેશ રામજી બકોરી (ઉ.વ.૪૮), ભાવિનકુમાર નાનજી સવાણી (ઉ.વ.૪૫) અને રસિક દામજી ખાંટ (ઉ.વ.૬૨) એમ પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઇને રોકડ રકમ રૂ.૨૨,૩૮૦, ૫ મોબાઇલ કિંમત રૂ.૨૩,૫૦૦ અને ત્રણ મોટર સાયકલ કિંમત ૬૫,૦૦૦ મળીને કુલ રૂ. ૧,૧૦,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાડીની ઓરડીમાં જુગારધામ ચલાવનાર જયદીપ વૈષણાની વાસ્મોના ડિરેકટર અમુભાઇનો પુત્ર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તેમજ અમુભાઇ પૂર્વ મંત્રી અને ભાજપના નેતા ચીમનભાઇ સાપરિયાના નજીકના હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આ હાઇ પ્રોફાઇલ જુગારધામમાં દરોડાની વાત પણ વાયુવેગે પ્રસરી હતી.

(5:56 pm IST)