Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જામકંડોરણામાં ગ્રામ સખી સંઘ દ્વારા વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ

 જામકંડોરણા : રાષ્ટ્રિય ગ્રામિણ આજીવિકા મિશન પ્રેરિત જામકંડોરણા ગ્રામ સખી સંઘ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે વિવિધ વસ્તુઓના રાહતદરે વિતરણ કરવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ બહેનોને જુથમાં જોડી આર્થિક પ્રવૃતિ કરવા પ્રેરિત કરી અને તેમની આજીવિકામાં વધારો કરવાનો છે જે હેતુથી જામકંડોરણા તાલુકાના સ્વસહાય જૂથોના બહેનો દ્વારા દિવાળી તહેવાર નિમિતે ત્રણ દિવસ સુધી ડકોરેટીવ આઇટમ, ફરસાણ, રંગોળી કલર, માટીના દીવા, હોમકેર આઇટમ, કિચન પ્લાસ્ટીક વેર, માસ્ક વગેરે રાહતદરે વિતરણ સ્ટોલનું જામકંડોરણા મામલતદાર ઓફીસ પાસે, કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ વિતરણ સ્ટોલને જામકંડોરણા મામલતદાર વી. આર. મોડાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા, નાયબ મામલતદાર આર. જી. લુણાગરીયા, ટી. એલ. એમ. સંદિપ મઢવી સહિતનાની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ હતો. (તસ્વીર : મનસુખ બાલધા)

(11:35 am IST)