Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજ્યમાં આતંકી હુમલાના એલર્ટ :દ્વારકામાં સુરક્ષામાં વધારો કરાયો દ્વારકધીશ જગતમંદિરે થ્રિ લેયર સુરક્ષા

દ્વારકામાં મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ,રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ

 ખંભાળિયા : રાજ્યમાં આતંકી હુમલાના એલર્ટના પગલે દ્વારકામાં સુરક્ષામાં વધારો કરાયો છે,

દ્વારકધીશ જગતમંદિરે થ્રિ લેયર સુરક્ષા સાથે  સુરક્ષામાં વધારો કરાયો છે,  દ્વારકામાં તમામ ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ કરાઈ રહ્યું છે, દ્વારકાધીશ મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ તમામ ચીજવસ્તુઓ સહિત યાત્રિકોનું પણ ચેકીંગ થઇ રહ્યું છે,

મંદિરમાં પ્રવેશ વખતે માલ સમાન બહાર રાખવાની વ્યવસ્થા કરાઈ છે, દ્વારકામાં મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ,રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે,આંતકવાદી હુમલાની દહેશતના પગલે દ્વારકાની સુરક્ષામાં વધારો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે,
દ્વારકામાં સમગ્ર શહેરમાં CCTV થી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે

 

(6:48 pm IST)