Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સાવરકુંડલાના સીનીયર સીટીઝનને કુતરૂ કરડી જતા નગરપાલીકાને કનુની નોટીસ ફટકારી

શહેરમા આ મુદ્દો ટોક ધ ઓફ ટાઉન બન્‍યો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૦ : એક સીનીયર સીટીઝનને શહેરમાં રખડતુ કુતરૂ કરડી જતા તેમણે ગ્રાહક સુરક્ષા મારફત સાવરકુંડલા નગરપાલિકા પાસે વળતર ચુકવી આપવા નોટીસ પાઠવી છે.

સાવરકુંડલા શહેરના ગણેશવાડી વિસ્‍તારમાં રહેતા સીનીયર સીટીઝન હર્ષદભાઇ જોષી સાવરકુંડલાની બજારથી તેમના ઘરે ચાલીને જઇ રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં રખડતા કુતરાએ તેને બટકુ ભરી લેતા તેઓ રસ્‍તા ઉપર પડી ગયા હતા કુતરૂ કરડતા ઇજાગ્રસ્‍ત હર્ષદભાઇએ સારવાર લઇ સ્‍વસ્‍થ થયા બાદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નગરપાલીકાને નોટીસ ફટકારી પોતાને કુતરૂ કરડવાથી ભોગવવી પડેલી શારીરીક અને માનસીક યાતનાઓ બદલ નગરપાલીકા પાસે વળતર માંગતી નોટીસ ગ્રાહક સુરક્ષા મારફત ફટકારી છે. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઇ હિરાણી મારફત ચિફ ઓફીસરને પાઠવેલી નોટીસમાં જણાવ્‍યુ છે કે નાગરીકોની સુખાકારી જાળવવીએ નગરપાલીકાની ફરજ અને જવાબદારી છે તેમાં રખડતા માલ-ઢોર-કુતરાઓ અને મચ્‍છરો વગેરેથી નાગરીકોને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ નગરપાલિકાની છે તો દિવસ પંદરમાં ફરીયાદીને થયેલ માનસીક યાતના ત્રાસથી તેને થયેલ સંપુર્ણ ખર્ચવ્‍યાજ સહીત ચુકવી આપવા નોટીસ આપી છ.ે અન્‍યથા ફરીયાદી પોતાને મળેલા અધિકારો મુજબ કાનુની કાર્યવાહી કરશે તેવી ચીમકી આપેલ હોય આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ટાઉન બન્‍યો છે.

(1:47 pm IST)