Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જુનાગઢમાં છેતરપીંડી કરનાર બન્ને શખ્‍સો રીમાન્‍ડ ઉપર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧ : આઇ.જી. તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીનાઓએ જુનાગઢની સુચના અને પી.જી.જાડેજા સાહેબ ડી.વાય.એસ.પી. જુનાગઢ નાઓ ના  માર્ગદર્શન થી જુનાગઢ બી.ડીવી પો.સ્‍ટે. વિસ્‍તારના રહેણાંક લોકો સાથે આવા બનેલ બનાવો  અંગે પોલીસ ફરીયાદ દાખલ કરી અને તેની પો.ઇન્‍સ.  એન.આર.પટેલ દ્વારા તટસ્‍થ  અને યોગ્‍ય રીતે પોલીસ તપાસ કરવામાં આવતી હતી. જેમાં જુનાગઢ જોષીપરા હરીદ્રાર સોસાયટી  ના રહીશ અને નિવળત કર્મચારી ઘનસુખભાઇ કુરજીભાઇ ઘડુક પટેલ નાઓએ પોતાની ફરીયાદ  દાખલ કરાવેલ હોય જેમાં ફરીયાદીશ્રી ને પોતાની ભીયાળ ગામે આવેલ જમીન ઉચ્‍ચા ભાવમાં  વેચાવી આપવાની લાલચ આપી આરોપીઓએ પોતાની ગુંદરણ ગામની જમીનનો સાટાખટ્ટ  કરાવી લઇ તેની અવેજ પેટે ફરીયાદી પાસેથી રૂ.૫૭,૦૦,૦૦૦/- અલગ અલગ તારીખોએ  આરોપીઓ એ મેળવી અને આ રૂપિયા ફરીયાદી ને પરત આપેલ ન હોય આમ આ લોકો એ  એકબીજા ને મદદગારી કરી ગુનો કરેલ હોય અને આ કામની તપાસ દરમ્‍યાન ગુંદરણ ગામના  રહીશો આરોપી નં.(૧) લખમણભાઇ ભગવાનભાઇ કરમટા જાતે રબારી ઉ.વ.૫૫ ધંધો.ખેતી  રહે.ગુંદરણ ગામ, પ્રેમનગર નેસ, તા.તાલાળા જી.ગીર સોમનાથ તથા નં.(૨) કાળુભાઇ  ભગવાનભાઇ કરમટા જાતે રબારી ઉ.વ.૫૩ ધંધો,ખેતી રહે.ગુંદરણ ગામ, પ્રેમનગર નેસ,  તા.તાલાળા જી.ગીર સોમનાથ વાળાઓ ને પો.ઇન્‍સ. શ્રી એન,આર.પટેલ સાહેબ એ  તા.૦૯/૦૬/૨૦૨૨ ના રોજ ધોરણસર અટક કરેલ હોય અને આરોપીઓ ને નામ.જુનાગઢ કોર્ટ  માં રજુ કરી અને આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ રકમ મેળવવા ધારદાર દલીલો કરતા આ  કામે પકડાયેલ બજ્‍ને આરોપીઓ ના નામ.કોર્ટ જુનાગઢ દ્રારા તા.૧૫/૦૬/૨૦૨૨ સુધીના પોલીસ  રિમાન્‍ડ મંજુર કરેલ છે.અને બન્ને આરોપીઓ હાલ પોલીસ કસ્‍ટડી રિમાન્‍ડ માં છે.અને આગળની  તપાસ પો.ઇન્‍સ. શ્રી એન.આર.પટેલ દ્રારા કરવામાં આવેલ છે.

 

(1:45 pm IST)