Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પોરબંદરમાં રાષ્‍ટ્રવાદી હિન્‍દુ સંગઠનની સભા

પોરબંદરઃ રાષ્‍ટ્રવાદી હિન્‍દુ સંગઠન દ્વારા યુવાઓમાં રાષ્‍ટ્રભાવના અને રાષ્‍ટ્રવાદ વધે તે માટે રાષ્‍ટ્રવાદી વકતા પુષ્‍પેન્‍દ્રજી કુલશ્રેષ્‍ઠને ચોપાટી ખાતે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. પુષ્‍પેન્‍દ્રજી કુલશ્રેષ્‍ઠને સાંભળવા માટે જનમેદની ઉમટી પડી હતી. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના ચારણોમાં દીપ પ્રાગટયથી કરી હતી.કોઇપણ જાતની વિશેષ ફોર્માલિટી રાખ્‍યા વગર કાર્યક્રમ શરૂ થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્‍ટ્રવાદી હિન્‍દુ સંગઠન તરફથી આયોજક તરીકે દિવ્‍યેશભાઇ જુંગી અને દરેક કાર્યકર્તાએ જહેમત ઉઠાવી હતી. રાષ્‍ટ્રવાદી હિન્‍દુ સંગઠનની સભા યોજાઇ તે તસ્‍વીરો. 

(1:18 pm IST)