Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જુનાગઢમાં ચોરાઉ મોટર સાયકલ સાથે રાજૂ મુછાળ ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષકની સુચનાથી સી ડીવીઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે રાજૂ નાથાભાઇ મુછાળ રહે. બાવલા તા. જામજોધપુર જી. જામનગરની ધરપકડ કરી છે.
આ કામગીરી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. જે. જે. ગઢવી તથા નેત્રમ શાખાના પીએસઆઇ પી. એચ. મશરૂ તથા એચ.સી. એ. એમ. સિસોદીયા, એન. આર. બેટારીયા તથા પીસી ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાત, દીલીપભાઇ ડાંગર, જીલુભા ગાંગાણા, અમિતભાઇ મોનપરા તથા ડ્રા. પો. કો. નાગદાનભાઇ સિંધવ તથા નેત્રમ શાખાના હરસુખભાઇ સિસોદીયા તથા ડબલ્‍યુપીસી અંજનાબેન ચવાણ તથા એન્‍જી. પાયલબેન સોલંકી, વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

 

(1:45 pm IST)