Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પોરબંદરમાં સધ્‍ધરતા ધરાવનારાઓએ સ્‍વૈચ્‍છાએ રેશનકાર્ડ જમા કરાવવા કલેકટરની અપીલ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ : પોરબંદર જિલ્લામા રાશનકાર્ડથી મેળવવાના થતા અનાજની ગાઇડ લાઇન જાહેર કરીને આર્થિક રીતે સધ્‍ધર લોકો ગરીબોના હિતમા અનાજના મળતા લાભો જતા કરે તેવી   કલેકટર અશોક શર્માએ અપીલ કરી છે.

રાજય સરકારના અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ ગાંધીનગર ઠરાવ દ્રારા કોને અનાજ મળે તથા કોને અનાજ ન મળે તે અંગેની પાત્રતાઓ માટે જોગવાઇ થયેલ છે. જોગવાઇ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફકત ગરીબો માટેની યોજના છે. નીચે મુજબ પાત્રતા ધરાવતા પોરબંદર જિલ્લાના રહીસો ને યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જેમા જે કુટુંબનો કોઇ પણ સભ્‍ય યાંત્રીક રીતે ચાલતું ચાર પૈડા વાળુ વાહન (ફોરવ્‍હીલર) કે યાંત્રીક માછીમારીની બોટ ધારણ કરતું હોય, જે કુટુંબનો કોઇ પણ સભ્‍ય સરકારી કર્મચારી હોય (સીવાય કે સરકારી કચેરી બોર્ડ કે નિગમ અન્‍ય સરકારી એજન્‍સી કે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ સહીત સંબધીત કચેરીઓમાં આઉટસોર્સીગથી વર્ગ -૪ ની કામગીરી કરતો હોય, જે કુટુંબનો કોઇ પણ સભ્‍ય માસિક રૂ ૧૦૦૦૦ થી વધુ આવક ધરાવતો હોય. જે કુટુંબનો કોઇ પણ સભ્‍ય આવકવેરો (ઇન્‍કમટેક્ષ ) વ્‍યવસાય વેરો ચુકવતો હોય. જે કુટુંબ પાંચ એકર કે તેથી વધું બે કે તેથી વધું સીજનમાં પાક લેતી પિયત વાળી જમીન ધરાવતું હોય. જે કુટુંબ ૭.૫ એકર કે તેથી વધું જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતુ હોય. જે કુટુંબનો કોઇ પણ સભ્‍ય સરકારી પેન્‍શનર હોય. જે કુટુંબ આર્થીક સુખાકારી / સધ્‍ધરતા ધારણ કરતું હોય આવી પાત્રતા ધરાવતા હોવા છતાં ધણા કાર્ડ ધારકો/ બી.પી.એ.લ કાર્ડ ધારકો રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા -૨૦૧૩ હેઠળ અનાજનો જથ્‍થો મેળવતાં હોવાની મૌખિક ફરીયાદો/ રજુઆતો અવાર નવાર થતી હોય છે. આર્થીક સધ્‍ધરતા ધરાવતા કાર્ડ ધારકોને કારણે સરકારશ્રીને વધારાના બોજ પડે છે. જેથી પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોએ તા.૩૦ જુન સુધીમાં પોતાનું રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેથળ નું રેશનકાર્ર્ડ /બી.પી.એલ યોજનાનું રેશનકાર્ડ સ્‍વૈચ્‍છાએ કમી/રદ કરાવા માટે જે તે તાલુકાની મામલતદાર કચેરીના પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડ/આધારકાર્ડ ની નકલ જોડી અરજી સાથે રૂબરૂ રજુ કરવા જણાવામાં આવે છે.

 આવા રેશનકાર્ડ ધારકો તેમ કરવામાં ચુક કરશે તો તા.૦૧જુલાઇ થી ઝુંબેશરૂપી તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહિવટી તંત્ર દ્રારા કાયદેસરની કાર્યવાહી કરવામાં અવશે . જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. આર્થિક સધ્‍ધરતા ધરાવતા રેશનકાર્ડ ધારકોએ રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા -૨૦૧૩ હેઠળનું રેશનકાર્ડ/ બીપી એલ કાર્ડ યોજનાનું રેશનકાર્ડ કમી/રદ કરાવી જરૂરીયાત મંદ પરિવારો પ્રત્‍યે માનવતાનો અભિગમ દર્શાવવા કલેકટર અશોક શર્મા દ્વારા જણાવાયુ છે.

જિલ્લા કલેકટર દ્વારા રાશનકાર્ડથી મેળવવાના થતા અનાજ અંગે જાહેર કરેલ ગાઇડ લાઇન બાદ લોકોમાં ચર્ચા છે શહેર જિલ્લામાં બી.પી.એલ.માં ધરાવતા ઘણા સધ્‍ધર લોકો છે સને ર૦૧૭માં કોંગ્રેસ દ્વારા આ સામે ઝંૂબેશ હાથ ધરી હતી અને કલેકટરને સધ્‍ધરતા ધરાવતા અને બીપીએલ કાર્ડ ધરાવતા લોકોની ખરાઇ કરવા કલેકટરને ખરાઇ યાદીમાં મોકલી હતી પરંતુ આ યાદી પાલિકાને ખરાઇ માટે મોકલી હતી ત્‍યાર પછી પાલિકાએ આ કામ પોતાના કાર્યક્ષેત્રમાં નહી આવતુ હોવાનું જણાવીને યાદી પરત મોકલી હતી જે તે સમયે ધારાસભ્‍ય જવાહરભાઇ ચાવડાની આગેવાની હેઠળ પાત્રતા ધરાવતા  બીપીએલ કાર્ડ માટે અરજી સાથેના બોક્ષ ચાવી કલેકટરને રજુઆત કરી હતી પરંતુ ત્‍યારે માત્ર આશ્વાસન મળ્‍યા હતા. બીજીબાજુ રેશનકાર્ડ ઉપર સડેલુ અનાજ વિતરણ થાય છે. અને લાભાર્થીઓ મજબુરીથી આવુ અનાજ લઇ લ્‍યે છે.

રેલ્‍વે સ્‍ટેશન ઉપર અને સરકારી ગોડાઉનમાં રાખેલ અનાજની જાળવણી થતી ન હોય મોટાભાગનું અનાજ સડી જાય છે તેવી ફરીયાદો રહે છે.

(1:13 pm IST)