Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જૂનાગઢના ભેસાણમાં કુંડીમાં પડી જતા બે સગી બહેનોના કરુણ મોત:બામણગઢ ગામની ઘટના :શ્રમિક પરિવારની બંને બહેનોના મોતથી કલ્પાંત

જૂનાગઢના ભેસાણ પંથકમાં બે સગી બહેનના કૂંડીમાં પડી જવાથી કરુણ મોત નિપજ્યા છે ભેસાણનાં બામણગઢ ગામમાં શ્રમિક પરિવારની બંને બહેનોના કૂંડીમાં પડી જતા મોતથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં કરૂં કલ્પાંત સર્જાયો છે મૂળ મધ્યપ્રદેશના આ શ્રમિક પરિવાર પેટિયું રળવા આવેલો છે અને પરિવાર પોતાના દૈનિક કામમાં વ્યસ્ત હતો ત્યારે અચાનક બંને બહેનો કુંડીમાં પડી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે

 

(11:59 pm IST)