Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સુરેન્દ્રનગરમાં જીબીએસ વાયરસે ૧ વિદ્યાર્થીનો ભોગ લીધો બાદ વધુ ૨ વિદ્યાર્થીઓને રોગના લક્ષણો દેખાતા દોડધામ

સુરેન્દ્રનગર તા. ૧૧ : સુરેન્દ્રનગરમાં એક વિદ્યાર્થીનું થોડા દિવસો પહેલા જીબીએસ વાયરસથી મોત થયા બાદ વધુ બે વિદ્યાર્થીઓમાં જીબીએસના લક્ષણો દેખાતા દોડધામ મચી ગઇ છે.

સુરેન્દ્રનગરમાં જીબીએસ વાયરસનો કહેર હજુ યથાવત છે. આજે વધુ બે વિદ્યાર્થીને જીબીએસ વાયરસની અસર થઈ છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બન્નો વિદ્યાર્થીઓ રતનપર અને ચમારજ ગામના છે.

આ વાયરસના લક્ષણની વાત કરીએ તોઙ્ગ આ વાયરસ સારવાર દરમિયાન શરીરની રોગપ્રતિકારક શકિત પર પ્રહાર કરે છે. ખાસ કરીને શરીરના સ્નાયુને શિકાર બનાવે છે. મોટે ભાગે વધુ અસર દર્દીને લકવાગ્રસ્ત કરી દે છે. શરીરમાં અશકિત આવે અને પગમાં ખાલી ચડી જાય છે. શરીરના ઉપરના ભાગમાં વધારે અસર કરે છે.

આખા શરીરમાં આ વાયરસ કબજો જમાવે છે. અને શરીરના સ્નાયુઓ કામ કરતા બંધ થઇ જાય છે. મેડીકલ દ્રષ્ટિએ દર્દીની સ્થિતિ ગંભીર ગણાય છે. માંસપેશી પર અસર થતા શરીર જકડાઈ જાય છે. વધુ પડતો પુરુષોમાં આ રોગ જોવા મળે છે. દર્દીનો શ્વાસ રૃંધાવા લાગે છે વેન્ટીલેટર પર રાખવા પડે છે.

શરૂઆત શ્વાસોશ્વાસ અથવા જઠરથી થાય છે. આ રોગનો કાયમી ઇલાજ પ્રાપ્ત થયો નથી. દર્દીના શરીરમાંથી જૂનુ લોહી કાઢીને નવું લોહી ચડાવુ પડે છે. આ રોગથી બચવા પ્લેઝમા ફેરેસિસ અને ઈન્યુનોગ્લોબીન યુકત ખોરાક આપવો પડે છે. આ રોગનો શિકાર મધ્ય અને દ.અમેરિકામાં ૬૫ ટકા અને એશિયામાં ૩૦ ટકા શિકાર થાય છે.

(8:12 pm IST)