Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વાંકાનેરની અંધ -અપંગ ૧૦૫૦ ગૌ માતા માટે દાનની સરવાણી વહાવવા ગોૈભકતોને અપિલ

ગૌ માતાના નિભાવ માટે દરરોજ ૪૫ હજાર થી વધુનો ખર્ચઃ દાન સ્વીકારવા રાજકોટ-જામનગર-અમદાવાદ- સુરેન્દ્રનગર- મોરબી-વાંકાનેર-જામખંભાળીયા-સુરતમાં વ્યવસ્થા ગોઠવાશે

રાજકોટઃ તા.૧૧, અંધ અપંગ, અસકત ગોૈમાતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ અપંગ ગોૈ આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે. આ સંસ્થામાં અંધ-અપંગ ગોૈ માતા અને તેનો પરિવાર મળી કુલ-૧૦૫૦ થી વધુ ગોૈ માતાનું નિજ નિવાસ સ્થાન સમુ આશ્રય સ્થાન બની ગયું છે. વાંકાનેરની આ ગોૈ શાળામાં ગાયમાતાને લીલા-સુકાધાસ ઉપરાંત ગોળ-ખોળ વિગેરે આપવામાં આવે છે. ગાય માતા માટે આવેલુ  દાન ખરા સમયે ગાય માતા માટે વાપરવું જ જોઇએ એવા વિચારધારા ધરાવતા પ્રમુખ અને ટ્રસ્ટીઓએ  વાંકાનેરના અંધ-અપંગ યોૈ આરમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગોૈ માતા માટે આઠ એકર જગ્યામાં પંદર સોૈથી વધુ ગોૈ માતાનો સારી રીતે નિભાવ થઇ શકે તે માટે ત્રણ મોટા પાકા શેડ, વિશાળ ધાસ ગોડાઉન, પાણીમાટેના અવેડાઓ વ્યવસ્થા કરવામાં આવી છે.

 આ ઉપરાંત અંધ -અપંગ ગોૈશાળાની  રાજાવડલા રોડ ઉપરની ગોપાલવાડીમાં ગોૈમાતા માટે ૭ કરોડના ખર્ચે અધ્યતન ગોૈનિવાસી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, હાલમાં દશ નવા શેડ,  બે ધાસ ગોડાઉનનું કામ પુર્ણ થયેલ છે વધુ ત્રણ શેડનું કામ પ્રગતિમાં છે. આ જગ્યા ઉપર કુલ પંદર જેટલા મોટા શેડ, અવેડાઓ ગોૈમાતાની સારવાર માટે અધ્યતન ઓપરેશન થઇ શકે તેવુ દવાખાનું ગોૈ માતા શું છે ? તેનાથી આપણને શું ફાયદો થાય છે, તેની સંપુર્ણ જાણકારી પ્રાપ્ત થાય  તે માટે પ્રર્દશન હોલ, નાનપણથી જ બાળકોમાં ગોૈમાતા માટે સંવેદના જાગે ગૌસેવાથી વાકેફ થાય અને રમત ગમત સાથે ગૌસેવાને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે આ ગૌશાળામાં બાલ ક્રીંડાગણ, ગૌ ગાર્ડન, તમામ સુવિધાઓ ગૌમાતાઓ માટે દાતાઓના સહયોગથી આ ભગીરથ કાર્યને મહેનત કરી રહયા છે.

વાંકાનેરમાં અંધ -અપંગ ગૌશાળાની ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૪૫ થી ૫૦ હજારનો રોજીંદો ખર્ચ હોય આ માટે દાતાઓનો સહયોગ આપવા રાજકોટ ગૌસેવા સમિતિ તથા જામનગર ગૌસેવા સમિતિએ અપીલ કરી હતી મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ - અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મધ્યે અંબિકા પાર્ક, સ્વામીનારાયણ ગુરૂકુળ, સોરઠીયા વાડી મંડપ નં. ૧ (ધનશ્યામભાઈ), પ્રદિપભાઈ ગાયત્રી એન્જી. કોર્પો., રાધે હોટલ ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઈન્દીરા સર્કલ મંડપ નં. ૨, પાણીનો ધોડો પેડક રોડ, ભકિતનગર સર્કલ, ઈન્દીરા સર્કલ મંડપ નં. ૧, સાંગણવા ચોક, કોટેચા ચોક (મહિલા ગ્રુપ), બાલાજી હોલ ૧૫૦ ફૂટ રીંગ રોડ, જાગનાથ મંદિર, પુષ્કરધામ મંદિર, મવડી મેઈન રોડ, અમીન માર્ગ, પંચનાથ મંદિર, સાધુ વાસવાણી રોડ, માયાણી ચોક, રૈયા ચોકડી, સોરઠીયા વાડી, મંડપ નં. ૨, અતિથિ ચોક, રાણી ટાવર, ત્રિકોણબાગ, નંદા હોલ, ઝુલેલાલ મંદિર, કોઠારીયા મેઈન રોડ, લીલા ખંડપીઠ, સંત કબીર રોડ, જંકશન પ્લોટ, સ્વામીનારાયણ ચોક, બાપાસીતારામ ચોક, એરોડ્રામ રોડ, કે. કે. વી. હોલ, એસ્ટ્રોન સોસાયટી, પંચાયત ચોક, નાણાવટી ચોક, કિશાનપરા મંડપ નં. ૨, સદ્દગુરૂ સાનિધ્ય ચોક (સંત કબીર રોડ), ગુંદાવાડી, મવડી મેઈન રોડ (મહિલા ગ્રુપ), ચિરાગ હોસ્પિટલ સામે ૮૦ ફૂટ મેઈન રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ કોર્નર, એસ. એન. કે. ચોક યુનિવર્સિટી રોડ, અકિલા ચોક, ગુંદાવાડીનો ચોરો, રામાપીર ચોકડી, રામેશ્વર પાર્ક, આમ્રપાલી ફાટક પાસે તેમજ બાલા હનુમાન મંદિર સામે તળાવની પાછળ, સેન્ટ અંશ સ્કુલ સામે પંડિત નહેરૂ માર્ગ, કિરીટ સ્વીટ એન્ડ નમકીન પટેલ કોલોની ૯, ચાંદી બજાર ચોક, અંબર ટોકીઝ પાસે, રણજીતનગર પટેલ સમાજની વાડી પાસે, જય માતાજી ગ્રુપ પંચવટીના ખુણે, રામેશ્વરનગર - ૨, સરદાર ભવન, ખોડીયાર કોલોની પાસે, ગુરૂ દત્તત્રેય મંદિર પાસે, એમ્યુઝન પાર્ક, જનતા ફાટક ઈન્દીરા રોડ, પટેલ પાર્ક, બેડી ગેઈટ, ઉદ્યોગનગર ફેઈસ-૩, ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

મોરબીમાં રાજા મેડીકલ સ્ટોર જૂના બસ સ્ટેશન પાસે, રધુવીર ઝેરોક્ષ વસંત પ્લોટ મેઈન રોડ, એવન્યુ ગેઈટ પાસે, બાલાજી પ્રોવીઝન અવની પાર્ક પાસે કેનાલ રોડ, લીલાલહેર દર્પણ સોસાયટી પાસે સ્વાગત હોલ પાસે, કેનાલ ચોકડી શનાળા રોડ, ઉમિયા સર્કલ, સ્વામીનારાયણ મંદિર ગેઈટ વિશાલ હોલ પાસે, મહાવીર આઈસ્ક્રીમ નવા બસ સ્ટેન્ડ પાસે, સદ્દગુરૂ મિલ્ક પોઈન્ટ વોડાફોનની બાજુમાં, મહેશ્વરી મેડીકલ જી. આઈ. ડી. સી. પાછળ, નેહરૂ ગેઈટ ચોક, અજય મેડીકલ રાજનગર પંચાસર રોડ, જાગૃતિ નોવેલ્ટી પાસે શકિત પ્લોટ મેઈન રોડ, શ્રીજી પાર્ક-૨ના કોર્નર પર વાવડી રોડ, બહુચર પ્રોવિઝન પાસે ગેંડા સર્કલ સામા કાંઠે, શ્રીમદ્દ સોસાયટીના નાકે મોરબી-૨.

જયારે અમદાવાદમાં ભૈરવનાથ મંદિર મણીનગર, લોહાણા મહાપરિષદની ઓફીસ પાસે રીલાયન્સ મોલ તેમજ સુરેન્દ્રનગરમાં અમર સેલ્સ કંપની જૂના ગેઈટ સ્ટેશન પાસે, રાજ મંદિર પાસે - મલહાર ચોક, માતુશ્રી કોમ્પલેક્ષ રતનપર (જોરાવરનગર) ક્રોઝવે પાસે, દિપ ચશ્મા ધર ન્યુ અંડર બ્રીજ પાસે, ૮૦ ફૂટ રોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ કુન્તુનાથ દેરાસર ચોક પાસે, તેમજ વાંકાનેરમાં શ્રી અંધ અપંગ ગૌ આશ્રમની ઓફીસ જીનપરા, જયશ્રી રામ દુગ્ધાલય (ભાઈલાલભાઈ પેંડાવાળા) તેમજ જીતુભાઈ સોમાણી ગ્રુપ મારકીટ ચોક, ગૌશાળા ઓફીસર ગોપાલવાડી રાજાવડલા ઓફીસ તેમજ જામખંભાળીયા મુકેશભાઈ પંચમતીયા તેમજ ગૌસેવા સમિતિ સાગર એન્ટરપ્રાઈઝ પોસ્ટ ઓફીસ રોડ ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.

તસ્વીરમાં સર્વેશ્રી ધનશ્યામભાઈ ઠક્કર, અશ્વિનભાઈ રાવલ, જગદીશભાઈ શાસ્ત્રીજી, રોહિતભાઈ કાનાબાર, હરીશભાઈ બુદ્ધદેવ (મુન્નાભાઈ) - પ્રમુખ અંધ અપંગ ગૌશાળા, કેતનભાઈ પૂજારા, લાલભાઈ પૂજારા અને નિલેશ ચંદારાણા નજરે પડે છે.(૪૦.૧૧)

ગૌસેવાને પ્રોત્સાહન મળે તે માટે નવતર પ્રયોગ : રાજકોટમાં શનિ - રવિ પ્રદર્શન

નાનામવા સર્કલ નજીક આવેલા મેદાનમાં શનિ - રવિ આયોજીત પ્રદર્શનમાં ગૌ ઔષધિઓનું વેચાણ કરવામાં આવશે

(5:02 pm IST)