Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

આખુ જગત બ્રહ્મરૂપઃ પૂ.રમેશભાઇ ઓઝા

અમરેલીમાં આયોજીત શ્રીમદ્ ભાગવત કથામા ઉમટતા ભાવિકો

પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને આયોજીત ભાગવત કથાની તસ્વીર ઝલક (તસ્વીરઃ અહેવાલ-વિનુ જોષી(જુનાગઢ) અરવિંદ નિર્મળ-અમરેલી)

અમરેલી-જુનાગઢ તા. ૧૧ : અમરેલી શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત પરમ પૂજય ભાઇશ્રી દ્વારા કહેવામાં આવ્યું ભગવદીયા કાજલબેન ઓઝા વૈદ્ય દ્વારા પ્રભુનો સુંદર શબ્દ શ્રૃંગાર કર્યો આમ પણ કૃષ્ણએ બહેનોને બહુ વ્હાલા અને રામએ ભાઇઓને વ્હાલા હોવા જોઇએ પુરૂષોમાં સુર્યનું આધિપત્ય વધારે જોવા મળે છે. અને રામની જેવું ચારિત્ર્ય હોવું જોઇએ બહેનો ભાવ પ્રધાન છે ભાઇઓ બુધ્ધિ પ્રધાન છે ભાગવતમાં પણ ૯ સ્કન્ધમાં સુર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન છે. બહેનોનું કાર્ય છે.પૂ. રમેશભાઇ ઓઝાએ કહ્યું કે આપણી મા ભવાનીએ પણ સંસધ કર્યો અને મહાદેવજીએ પ્રસન્નતાથી એ સંસય દુર કર્યો જેમાં ભગીરથ ગંગા લઇ આવ્યા, અને ભારે ઉપકાર કર્યો એમ પ્રશ્નકર્તા પણ પ્રશ્ન કરી ઉપકાર કરે છે. પોતાના પર, જે પૂછે એના પર જે સૌ સાંભળે છે એ બધાની ઉપર ઉપકાર કરે છે.

પૂ.રમેશભાઇ ઓઝાએ કહ્યું કે વ્યાસજીએ વેદના ચાર વિભાગ કર્યા. સત્તરપુરાણો લખ્યા મહાભારતની રચના કરી. એ કરવા છતા વ્યાસજીને સંતોષ ન થયો મુંજાયા એટલે નારદજી આવ્યા અને તેમનો અસંતોષ દુર કર્યો ધણા એવુ કહે છે કે નારદ ભગવાન છે વ્યાસ ભગવાનનો જ અવતાર છે. તો એવું કેમ ? આ ભગવાનની લીલા છે રામચરિત માનસમાં પણ રામજીને પરશુરામજી પ્રણામ કરે છ.ેઆમ જોવો તો આ આખુ જગત બ્રહ્મરૂપ જ છે. ''બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે'' તેમ અંતમાં જણાવ્યું છ.ે

(4:12 pm IST)