Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રાજકોટની પાકીટ ચોર ટોળકીએ વધુ ૫ ચોરી કબુલી-મોરબીમાં પકડાયેલ : જેલહવાલે

મોરબી તા.૧૧ : મોરબીમાં પકડાયેલ રાજકોટની પાકીટ ચોર ગેંગએ વધુ ૫ ચોરી કબુલી હતી. અને રીમાન્ડ પુર્ણ થતાં જેલહવાલે કરાયા હતાં.

મોરબી એ ડીવીઝન પી.આઈ. આર. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. પટેલની ટીમે પાકીટ ચોરી કરતી રાજકોટની ગેંગના કિશન વિનુભાઈ દેત્રોજા, રેખાબેન ઉર્ફે કાજલબેન દેત્રોજા, મંજુબેન ધીરુભાઈ રાઠોડ અને મહેશ જેન્તીભાઈ કુંવરીયાએ ચાર આરોપીને ઝડપી લઈને રીક્ષા સહીત ૨૮,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી મંગળવાર સુધીના રિમાન્ડ પર લીધા હતાં. રિમાન્ડ દરમિયાન ચારેય આરોપીઓએ વધુ પાંચ ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેમાં આશરે એક મહિના અગાઉ નવા બસ સ્ટેન્ડ સામેથી એક મોટી ઉમરના વૃદ્ઘને બેસાડીને તેના પાકીટમાંથી રોકડ રકમ-૨૮૦૦ની ચોરી, દોઢ માસ આગાઉ ધરમપુર પાટિયા નજીકથી એક વૃદ્ઘને રિક્ષામાં બેસાડીને તેના ખિસ્સામાંથી રૂ.૮૦૦૦ની ચોરી, બે માસ આગાઉ મોરબીના ઉમિયા સર્કલ પાસેથી એક વૃદ્ઘને બેસાડીને તેના ખીચ્ચા માંથી રૂ.૨૮૦૦ની ચોરી, ત્રણ માસ પહેલા મોરબીના ગેંડા સર્કલ નજીકથી એક મોટી ઉમરના વ્યકિતને બેસાડીને તેના ખીચ્ચામાંથી રૂ.૨૩૦૦ અને અઢી માસ આગાઉ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી વૃદ્ઘને બેસાડીને તેના ખીચ્ચામાંથી રૂ.૧૨૦૦ સેરવી લીધાની કબુલાત અપાઈ હતી. અને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલહવાલે કર્યા છે.

(4:11 pm IST)