Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બેંક-આંગડીયા પેઢીમાં ચોરી કરવાને ઇરાદે રખડતા રાજકોટ જાવીદ શામદાર સહિત ૩ મોરબીમાં પકડાયા

મોરબી તા.૧૧ : શહેરમાં બેંક અને આંગડીયા પેઢીમાં ચોરી કરવાના ઇરાદે નીકળેલ ૩ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતાં.

મોરબી એલ.સી.બી. ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલ ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાં સી.એન.જી. રિક્ષા જીજે ૦૩ એએકસ ૪૨૫૦ શંકાસ્પદ હાલતમાં જણાતા તલાસી લેતા ત્યાંથી ઇકબાલ ઉર્ફે જીણી કરીમભાઈ વડાવરિયા રહે-મોરબી ભારતપરા,પંચાસર રોડ, અલ્તાફ કાસમભાઈ જુણાજ રહે-કાલિકા પ્લોટ મોરબી અને જાવીદ હુસેનભાઈ શામદાર રહે ખોડીયાર પરા, રાજકોટ વાળાને બેંક – આંગડીયા પેઢીને ગેસ કટરથી તોડી ચોરી કરવાના ઈરાદે ગેસ કટર કીમત-૪૦૦૦, એક ગેસનો બાટલો કીમત રૂ.૧૦૦૦ અને સીએનજી રિક્ષા જીજે ૦૩ એએકસ ૪૨૫૦ કીમત રૂ.૨૦૦૦૦ સાથે ત્રણેય ઇસમોને પકડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ે.

(4:11 pm IST)