Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

આટકોટમાં ધુધા ભરવાડ પર છરીથી ખૂની હુમલો

જૂની અદાવતનો ખાર રાખી યાસીન સંધીએ બસ સ્ટેશન પાસે બોલાવી છરી ઝીંકી દીધીઃ આરોપીની ધરપકડ

જસદણ, તા. ૧૧ :. જસદણના આટકોટ ગામે જૂની અદાવતમાં ભરવાડ યુવાન પર છરીથી ખૂની હુમલો થયો હતો. પોલીસે તૂર્ત જ આરોપીને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આટકોટ બસ સ્ટેશન પાસે ગઈકાલે સાંજે ધુધા લધરાભાઈ બોદરીયા ભરવાડ (ઉ.વ.૩૫) પર યાસીન યુસુફ સંધીએ છરીથી ખૂની હુમલો કર્યો હતો. આ ખૂની હુમલામાં ધુધા ભરવાડને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે. બનાવની જાણ થતા આટકોટના પી.એસ.આઈ. એ.વી. જાડેજા તથા સ્ટાફ હોસ્પીટલે દોડી ગયા હતા અને આરોપી સામે હત્યાની કોશિષનો ગુન્હો દાખલ કર્યો હતો.

ફરીયાદમાં જણાવ્યા મુજબ અગાઉ ઈજાગ્રસ્ત ભરવાડ યુવાનના કાકાના દીકરા સંજયભાઈ તથા જીલાભાઈને આરોપીઓ સાથે માથાકુટ થયેલ હોય તેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ફોન કરી બસ સ્ટેશન પાસે રંગોલી પાન પાસે બોલાવી છરી ઝીંકી દીધી હતી.

આ બનાવ બાદ આટકોટના પી.એસ.આઈ. એ.વી. જાડેજા તથા સ્ટાફે તૂર્ત જ આરોપી યાસીન સંધીને ઝડપી લીધો હતો.

(4:10 pm IST)