Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જુનાગઢની ગાયત્રી ઇંગ્લીશ સ્કુલના સંચાલકે ધો.૬ના છાત્રને ફુટપટ્ટી ફટકારી

ચોપડી નહિ લાવતા સંચાલક ઉશ્કેરાય ગયા

 જુનાગઢ તા.૧૧ : જુનાગઢની ગાયત્રી ઇંગ્લીશ સ્કુલના સંચાલકે ધો.૬ના છાત્રને ફુટપટ્ટી ફટકારીને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ બાળકની માતાએ કરતા પોલીસ તપાસ શરૂ કરી છે.

અહી જોશીપરામાં ઝુલેલાલ બેકરી પાસે રહેતા વણિક દક્ષાબેન ભરતભાઇ દોશીનો પુત્ર યશ (ઉ.વ.૧ર) જોશીપરાની ગાયત્રી ઇંગ્લીશ સ્કુલમાં ધો.૬માં અભ્યાસ કરે છે.આ બાળકે અભ્યાસની ચોપડી લઇ જવાનુ ભુલી જતા શાળાના સંચાલક પ્રણવ મુકુંદભાઇ વધાસીયાનો પિતો ગયો હતો અને તેણે માસુમ બાળકને ફુટપટી ફટકારીને ઇજા પહોંચાડી હતી.

આ અંગે બાળકની માતાએ ફરિયાદ નોંધાવતા બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)