Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જુનાગઢમાં બસ અને રિક્ષાપર પથ્થર ફેકનાર બે શખ્સો ઝડપાયાઃ દારૂના નશામાં ગુનો કર્યાની કબુલાત

જુનાગઢ તા.૧૧: રેન્જના આઇ.જી.પી. શ્રી ડો.રાજકુમાર પાંડીયન તથા પો.અધિ. શ્રી નિલેશ જાજડીયાએ જીલ્લામાં બનતા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુન્હાઓ બનતા  અટકાવવા અને આવી પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમોને સત્વરે પકડી પાડવા આપેલ આદેશ અને સુચના અન્વયે ગઇ તા.૭ ના રોજ રાતના સમયે જુનાગઢ મજેવડી દરવાજા આગળ તથા ખડીયા નજીક કોઇ અજાણ્યા ઇસમોએ સરકારી એસ.ટી. બસો તથા ઓટો રીક્ષાને પથ્થરો મારી નુકશાન કરતા આ બનાવો અંગે જુનાગઢ 'એ' ડીવી પો.સ્ટે. તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ.

ગુન્હાઓમાં સામેલ ઇસમોને સત્વરે પકડી પાડવા માટે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ઇ.ચા. પોલીસ ઇન્સ. એ.બી. સિસોદીયા તથા પો.સ્ટાફએ સધન તપાસ કરી આ બનાવ સ્થળોની આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજો આધારે શક્રમંદો અંગે હકીકતો મેળવી કરીમશા કાસમશા ફકીર ઉ.વ.૨૦ તથા, બહાદુર બશીર મલેક ઉ.વ.૨૨ રહે. બન્નો જુનાગઢ, ભારતમીલના ઢોરાવાળાઓને પકડી પાડી કડક પુછપરછ કરતા મજકુર બન્નોએ દારૂના નશામાં આ ગુન્હો કરેલાની કબૂલાત આપતા તેઓ બન્નોને આ ગુન્હામાં સી.આ.પી.સી કલમ ૪૧(૧)એ હેઠળ ધોરણસર અટક કરી 'એ' ડીવી. પો.સ્ટે. હવાલે મોકલી આપેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. એ.બી. સિસોદીયાની સાથે એસ.એમ.દેવરે, શબીરખાન બેલીમ, મેણસીભાઇ અખેડ, રોહિતભાઇ ધાધલ, મજીદખાન પઠાણ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, કનકસિંહ વાળા વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

(4:10 pm IST)