Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પતંગોત્સવ યુવાનો અને પ્રજાજનોનો અનેરો ઉત્સવઃ જયેશ રાદડીયા

જેતપુરમાં આયોજીત મહોત્સવમાં દેશ-વિદેશના ર૦ પતંગબાજો જોડાયા

જેતપુર, તા.૧૧: જેતપુરમાં સર્વ પ્રથમ વખત જ ગુજરાત રાજય પ્રવાસન વિભાગ તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે જેતપુર હેલીપેડ ગ્રાઉન્ડ (સીડ ફાર્મ) ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો આ પતંગોત્સવને અન્ના અને નાગરીક પુરવઠા કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા હસ્તે ૧૯ દેશ અને ભારત દેશના ૪ રાજયોના આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમજ જેતપુર શહેરીજનોની ઉપસ્થિતીમાં ખુલ્લો મુકાયો.

આ પ્રસંગે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે જેતપુરના આંગણે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત યોજાતા આ પતંગોત્સવ યુવાનો અને પ્રજાજનો માટે અનેરા ઉત્સવ સમાન છે. સંક્રાંતના દિવસોમાં જેતપુરના આંગણે ર૦ જેટલા દેશોના પતંગ રસીકો તેમની પતંગો ઉડાડવા આવે તે બાબત જેતપુર અને આપણી સંસ્કૃતિ સાથે વિદેશના લોકો જોડાય તે વાત આપણા માટે ગર્વની ધડી કેવાય.

મંત્રીશ્રીએ પતંગોત્સવને વેગ મળવાથી રાજયમાં રોજગારીની વિશેષ તકો ઉભી થઇ છે અને પતંગોને એક ઉદ્યોગ જેટલું મહત્વ મળતુ થયું છે તે રાજય સરકારના પ્રયાસ અને ગુજરાતની સંસ્કારી અને ઉત્સવ પ્રિય જનતાને આભારી છે.

આ પ્રસંગે ગોંડલ પ્રાંત શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા એ સૌને આવહારી વિદેશી પતંગબાજોનું અદકેરી સ્વાગત કરેલ.

આ પ્રસંગે નગરપાલીકા પ્રમુખશ્રી જયસુખભાઇ ગુજરાતી, યાર્ડ ચેરમેન ઉપપ્રમુખ ન.પા. રાજુ ઉસદડીયા, કિશોરભાઇ શાહ, સુરેશભાઇ સખરેલીયા, રાજુભાઇ પટેલ, બશીભાઇ રાઠી, કાલીદાસભાઇ પારધી ઉપસ્થિત રહ્યા હતાં.

સફળ બનાવવા મામલતદાર શ્રી વડુકીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી બગથરીયા, નાયબ ઇજનેરશ્રી તાળા, પ્રવાસન વિભાગના શ્રી પઢીયાર અને વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.  આ પ્રસંગે જેતપુર શહેર ની શાળાની બાળાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વિદેશી મહેમાનો નું સ્વાગત પણ કરેલ હતું. સંચાલન નવનીત સૈયાગર, અને વી. બી. ગઢીયાએ કરેલ હતું.

(4:09 pm IST)