Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વાંકાનેરના રાતીદેવરી ખાતે આવતીકાલે શુક્રવારે જશ્ને તાજદારે વિલાયત વ ઈસ્લામે કોમો મિલ્લત

ખલીફા એ હુઝૂર શૈખૂલ ઈસ્લામ સૈયદ અમીનુલ કાદરી સાહેબ- માલેગાવવાળા વાંકાનેર પ્રથમ વખત જશે

રાજકોટ, તા.૧૧: ઈસ્લામના અંતીમ નબી, ભાઈચારાનો, શાંતી, સલામતીનો સંદેશો આપનાર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહોતઆલા અલૈહી વસ્સલમ અને મુસ્લીમ પંચાગ મુજબ મુસ્લિમ સમાજમાં આ મહિનો મોટાપીરના મહિના તરીકે જાણીતો છે. હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહોતઆલા અલૈહી વસ્સલમ તથા મોટાપીરની પ્રસંશામાં કાલે શુક્રવારે ઈશાની નમાજ બાદ તમામ આશીકાને ગોષે આઝમ કમિટી દ્વારા વાંકાનેરના રાતીદેવરી ગામે જશ્ને તાજદારે વિલાયત વ ઈસ્લાહે કોમો મિલ્લત નામે શાનદાર બેનમૂનેદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ખાસ કરીને કાર્યક્રમના મુખ્ય વકતા વાંકાનેરમાં પહેલી વખત આવતા નવયુવાનોની ધડકન આમત્રણને ખાસમાન આપી માલેગાવથી આવતા ખલીફા એ હુઝૂર શૈખૂલ ઈસ્લામ અમીનુલ કાદરી સાહેબ પોતાની આગવી છટાની અંદર લોકોને ભાઈચારાનો, અમન, શાંતી, સલામતીનો સંદેશ આપવા આવનાર છે.

આ પ્રસંગે વાંકાનેર તાલુકા અંદર સામજ સુધારણા સંસ્થા જે છેલ્લા ૨૫ વર્ષથી પોતાની સેવા બજાવી રહી છે. દારૂલ ઉલૂમ એહલે સુન્નાત હકાનીયા- ખીજડીયા જેમના બાની સૈયદ અબ્દુલહક્ક સાહેબ હતા, દારૂલ ઉલૂમ યતીમયાહ- પલાસડી, દારૂલ ઉલૂમ ગોષે સમદાની- પીપળીયારાજ, જામીયા ખદીજતુત્તાહેરા લીલબનાત- પ્રતાપગઢ, જામીયા ફાતેમાજહરા લીલબનાત- પાંચદ્વારકા જેવી સંસ્થાના પ્રિન્સીપાલો પોતાના સાથી આલીમો, મુફતી સાહેબના નૂરાની કાફલા સાથે ઉપસ્થિત રહેનારા છે.

કાર્યક્રમનું સંચાલન, કાર્યક્રમનું પ્રસ્થાન કુરાન શરીફની આયતથી તથા આ કાર્યક્રમનો વિચાર આપનાર રાતીદેવરી ગામના મસ્જીદના ઈમામ સાહેબ મોલાના ગુલામયાસીન સાહેબ કરનાર છે.

સર્વે હિન્દુ- મુસ્લિમ ભાઈ-બહેનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.  વધુ માહિતી માટે મો.૭૦૪૬૬ ૭૭૮૬૦,  ૯૮૨૪૩ ૭૧૭૪૩ નો સંપર્ક કરવો.

(4:02 pm IST)