Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

શનિવારે મોરબીમાં બ્રહ્મ સમાજનું પડકાર સંમેલન

જામનગરના ભૂદેવ હિતેષભાઈ ઉપર જયંત પંડ્યાએ કરેલ હુમલાના વિરોધમાં : જયંત પંડ્યાના આખા પરિવારને રાજકોટ સારી રીતે જાણે છે : પોલીસ રક્ષણના : નેજા હેઠળ કરેલો હુમલો નીંદનીય, આવા ગોરખધંધા બંધ કરો : જીતુભાઈ મહેતા

રાજકોટ, તા. ૧૧ : જામનગરમાં કર્મકાંડી ભૂદેવ હિતેષભાઈ ઉપર થયેલા હુમલાના ધેરા પડધા પડ્યા છે. આ અંતર્ગત ૧૩મીના શનિવારે મોરબી ખાતે સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજનું પડકાર સંમેલન યોજાએલ છે.

સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ મહેતા (મો.૯૪૨૬૨ ૫૦૭૧૧)એ જણાવ્યુ હતું કે હિન્દુ સમાજની નાની મોટી જ્ઞાતિના ભુવા, મહંતો અને હવે બ્રાહ્મણો સાથે આ વ્યવહાર કરાયો છે. જેને બ્રહ્મસમાજ કોઈપણ કાળે સાંખી નહિં લ્યે. બ્રહ્મસમાજ દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે એવો કયો નિયમ છે કે કોઈના ધરમાં ધૂસી તેને માર મારવો. જયંત પંડ્યાના આખા પરિવારને રાજકોટ જાણે છે ત્યારે આવા લોકોને પોલીસ રક્ષણ ન આપે તેવી માંગણી પણ કરવામાં આવી છે. આ બનાવની નિષ્પક્ષ તપાસ કરવા અને આવા ગોરખધંધા બંધ કરવા જણાવાયુ છે. તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે.

ઉકત બનાવના વિરોધમાં ૧૩મીના શનિવારે સાંજે ૪ વાગ્યે મોરબી ખાતેના પરશુરામ મંદિરે સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજનું પડકાર સંમેલન યોજાનાર છે. જેમાં ભૂદેવોને ઉમટી પડવા જીતુભાઈ મહેતાએ આહવાન કરેલ છે.

(4:02 pm IST)