Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હળવદ પાસે ટ્રક - બાઇક વચ્ચે ટક્કરઃવાંકડા ગામના ચીશીભાઇ ઝાલોરીયાનું મોત

હળવદ તા. ૧૧ : મોરબી તાલુકાના વાંકડા ગામમાં રહેતા ચીશીભાઇ હરજીભાઇ ઝાલોરીયા (ઉ.વ.૬૫) પોતાના પત્ની રાધાબેનને લઇને હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે લૌકીકે જઇ રહ્યા હતા તે દરમિયાન માળીયા ચોકડી - સાંદીપની સ્કુલ પાસે પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ચીશીભાઇનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

જ્યારે તેઓની પત્ની રાધાબેનને ગંભીર ઇજાઓ થતાં સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તથા સેવાભાવી કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

(2:17 pm IST)