Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ખોટી માપણીઓ સુધરશે તેમ છતા કાંઇ થતુ નથીઃ જામનગર મજૂર સેવા સંઘનો આક્ષેપ

જામનગર તા.૧૧: આડધેડ ખોટી માપણીના ખેડુતોના પ્રશ્ને પદાધીકારીશ્રીઓ, અધીકારીશ્રીઓ પાસે ખેડુતોની અને સંસ્થાઓની રજુઆતો થાય ચે. ટેકટર રેલી સહિતના દેખાવો આંદોલનની, મતદાનના બહિષ્કારની, કે કોર્ટમાં જવાની ધમકીઓ છતા પણ સર્વે ખાતાના અધિકારીઓ, કર્મચારીઓને કોઇ અસર નથી. ભુલો સુધારવાની સંસ્થાઓના પત્ર અંગે ગાંધીનગરથી સર્વે ખાતાના અધિકારીશ્રી, જીલ્લા કલેકટરશ્રી વગેરે સર્વે ખાતાને લખે છે. તો પણ સર્વે ખાતા દ્વારા ખેડુતોને કે સંસ્થાઓને કોઇ જવાબ મળતો નથી લોક તંત્ર છતા હાલારની આ હાલતમાં ફેર પડે તેવુ લાગતું નથી તેમ મજૂર સેવા સંઘ દ્વારા જણાવ્યુ છે.

હડમતીયા ગામે ગ્રામ પંચાયત અને સંસ્થાઓની અરજીઓની પણ આ જ હાલત છે. મહેસુલી અધિકારીઓની સુચના ધ્યાને લેવાની નથી. રી-સર્વેમાં સ્થળ ઉપર ગયા વગર સર્વે નંબર સાચા છે કે ખોટા તે જોયા વગર ગિરાસદારી નંબરોને નં.૧ સાથે મેળ પાડવા બધાના ક્ષેત્રફળ ઘટાડી નાખેલ છે.

પડાણા ગામે સર્વે નં.૭૨૨ની પાંચ વીઘા જમીન અંગે અરજીઓ ગાંધીનગરની અને કલેકટરશ્રીની સુચનાઓ સંસ્થાઓની રજુઆતો છતા સર્વે ખાતુ શું કરવા ઇચ્છે છે તે કોઇને ખબર પડતી નથી. આ પ્રશ્ને દરેક પક્ષના આગેવાનો, કાર્યકરો, સંસ્થાઓ, ખેડુતોની મીટીંગ બોલાવવા જરૂરત છે. તેમ મજુર કાર્યકર હમીદ હાજી દેદા (વકીલની યાદીમાં જણાવ્યુ છે.)

(12:51 pm IST)