Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત

લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી ગયો

રાજકોટ તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત રહ્યો છે. ઘણા સમય બાદ ઠંડીથી રાહત મળતા લોકોએ રાહતનો દમ લીધો છે.

આજે સૌથી વધુ ઠંડી ડીસામાં ૧૨.૮, નલીયા ૧૬.૦, રાજકોટ ૧૫.૮ ડિગ્રી, જામનગર ૧૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢ : શ્રીનગરમાં પારો માઇનસ ૬.૩ ડીગ્રી થઇ જતાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ છે. જ્યારે જુનાગઢ સહિત સોરઠમાં ઉલ્ટી સ્થિતિ પ્રવર્તે છે. અહીં તાપમાનમાં વધારો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ છે.

જુનાગઢ ખાતે સવારે લઘુત્તમ તાપમાનનો પારો વધુ ઉપર ચડીને ૧૬.૩ ડીગ્રીએ સ્થિર થતાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે.  ગિરનાર પર્વત ખાતે ઠંડી ઘટીને ૧૧.૩ ડીગ્રી થઇ જતા ઠંડીમાં રાહત અનુભવાઇ છે. સવારે વાતાવરણમાં ભેજ ૫૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૯ કિમીની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી, લઘુત્તમ ૧૫.૫, ભેજ ૬૯ ટકા પવન ૬.૯ કિ.મી પ્રતિ કલાક રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૧૧.૩ ડીગ્રી

ડીસા

૧ર.૮ ડીગ્રી

અમદાવાદ

૧૩.૮ ડીગ્રી

ગાંધીનગર

૧૩.૮ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૪.ર ડીગ્રી

વડોદરા

૧૪.૭ ડીગ્રી

ભુજ

૧પ.૦  ડીગ્રી

જામનગર

૧૫.પ ડીગ્રી

રાજકોટ

૧૫.૮ ડીગ્રી

ભાવનગર

૧પ.૯ ડીગ્રી

જુનાગઢ

૧૬.૩ ડીગ્રી

પોરબંદર

૧૬.૯ ડીગ્રી

વેરાવળ

૧૭.૯ ડીગ્રી

(11:24 am IST)