Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઉપલેટામાં શિયાળાની સવારે સ્ટ્રીટલાઇટ મોડી બંધ કરવા માંગણી

ઉપલેટા તા. ૧૧ : ભાજપ શાસીત નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાને પત્રકારો દ્વારા મૌખીક રજુઆતમાં સવારે ૬.૩૦ મીનીટે સ્ટ્રીટલાઇટો બંધ કરી દેતા છાપાનું વિતરણ કરતા ફેરીયાઓ, વોકીંગ માટે નીકળતા લોકો, ગામડાઓમાંથી આવતા શાકભાજી લઇને આવતા ખેડૂતો, વાહન ચાલકો, મંદિરે જતા દર્શનાર્થીઓ નમાઝ પઢવા જતા મુસ્લિમ બિરાદરો તથા લોકોને વધારે તકલીફ પડતી હોય છે.

સ્ટ્રીટલાઇટો વહેલી સવારે વહેલી બંધ થવાથી આ લોકોને વધારે તકલીફનો ભોગ બનતા હોય ત્યારે આ પ્રશ્ને પત્રકારોએ નગરપાલિકાના પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાને આ પ્રશ્ન બાબતે મૌખીક જાણ કરતા પ્રમુખે જણાવેલ હતું કે, આ પ્રશ્ન બાબતે ઘટતુ કરવામાં આવશે.

(11:18 am IST)