Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જુનાગઢ કૃષિ યુનિ. ગામડાઓના દ્વારેઃવિવિધ સ્થળોએ તજજ્ઞોનું માર્ગદર્શન

 જુનાગઢ તા,૧૧ : સેન્ટર ઓફ કોમ્યુનીકેશન નેટવર્ક યોજના અંતર્ગત જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢના વિસ્તારણ શિક્ષણ નિયામક કચેરી દ્વારા જુદા જુદા ગામો જેવાકે પોરબંદર જીલ્લાના પાલખડા ગામે જેવા, અમરેલી જીલ્લાના શેડુંભાર અને હરીપુરા ગામે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં કૃષિ યુનીવર્સીટીના જુદા જુદા વિભાગના તજજ્ઞો દ્વારા ખેતી, બાગાયપ તેમજ પશુ પાલન વિશે વિસ્તૃત માહિતી આપેલ. તેમાં ખાસ કરીને ખેતી લક્ષી આધુનિક યાંત્રીકીકરણને કારણે સમય-શકિતનો બચાવ કરી શકાય અને ખેતી ખર્ચ ઘટાડી સારી ગુણવતાવાળું ઉત્પાદન મેળવવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત જમીનનું પૃથ્થકરણ કરાવી અને તેમનું ભલામણ પ્રમાણે ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમજ કપાસ અને મગફળી, જીરૂ, ધાણા, ડુંગળી વગેરે જેવા પાકમાં આવતા રોગ-જીવાત અને પશુપાલન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. હાલ પશુ પાલનને પુરક વ્યવસાય તરીકે ખેડુતો અપનાવતા થયા છે.જેમાં પશુપાલનને કઇ રીતે વિકસાવી શકાય તેની માહિતી આપી.આ તાલીમો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એ.એમ. પારખીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ આ તાલીમાોનું સંપૂર્ણ સંચાલન સરદાર સ્મૃતિ કેન્દ્રનાં વાડા ડો.જી.આર. ગોહિલે કરેલ.

આ ઉપરાંત આપણા આહાર શૈલી ઘણી બદલાઇ છે ગ્રામ્ય સ્તરે પણ ફાસ્ટ ફુડની વાનગીઓ પહોંચી ગઇ છે. બેકરીની વિવિધ વાનગીઓ પણ ગામડામાં ઘરે ઘરે બનવા લાગી છે.  આ વાનગીઓ વધુ લોક પ્રિય બને તે માટે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાં મહિલાઓ માટે તાલીમ વર્ગ યોજવામાં આવે છે આ અંતર્ગત તા.૫ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ પોરબંદરના પાલખડા, પોરબંદર ઉપરાંત તા.૯ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ અમરેલી તાલુકાના રાંઢયા તેમજ હરીપુરા ગામ ખાતે બેકરી ઉપરનો તાલીમ વર્ગ યોજાઇ ગયો. તેમાં ઘેર બેકરીની વાનગીઓ કેમ બનાવી શકાય તેનું નિદર્શન પ્રો. એમ. બી. કપોપરાએ કરેલ તેમજ વાનગીની માહિતી આપી હતી.

(11:17 am IST)