Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ધ્રાંગધ્રામાં બિનવારસી મિત્ર મંડળ દ્વારા ૩૦૦ લાશની અંતિમવિધિ કરવામાં આવી

સુરેન્દ્રનગર તા. ૧૧ :.. જીલ્લાના ધ્રાંગધ્રામાં એક એવુ મિત્ર મંડળ ચાલી રહ્યું છે કે જેનું કોઇ હોતું નથી તેની લાશની અંતિમવિધી કરવામાં આ મિત્ર મંડળ બહુ જ અગ્રેસચર રહે છે.

વાત કરીએ તો ધ્રાંગધ્રા તાલુકામાં અનેક વખત બિનવારસી લાશ મળતી હોય છે તેના અનુસંધાને બિનવારસી મિત્ર મંડળ દ્વારા લાશની અંતિમવિધિ કરવામાં આવે છે પ્રાપ્ત  વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ગાજળવાવની કેનાલમાં પાંચેક દિવસ પહેલા બિનવારસી મહિલાની લાશ મળી હતી ત્યાંથી નિકળતા રાહદારીઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરી હતી લાશને હોસ્પિટલ લઇ પીએમ કરવામાં આવ્યું ત્યારબાદ ત્રણ દિવસ સુધી પોલીસના કબ્જામાં રાખી આ લાશને બિનવારસી ગણાવી બિનવારસી મિત્ર મંડળને સોંપવામાં આવી ત્યારબાદ આ મિત્ર મંડળ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી એ પહેલાં આ મિત્ર મંડળ એ ર૯૯ લાશની અંતિમવિધી કરી હતી તેથી આ ૩૦૦ મી લાશ હતી. આ મિત્ર મંડળમાં હિંદુ તથા મુસ્લિમ બંને સાથે મળીને કાર્ય કરે છે હિન્દુઓની લાશ હોય હિન્દુના રીત રીવાજથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને જો મુસ્લિમ ની લાશ હોય તો કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે છે.

(11:16 am IST)