Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગોંડલના પાટીદડ ગામે હસમુખભાઇ પટેલનો ઝેરી દવાથી આપઘાત

૨૦ વર્ષની માનસીક બિમારીથી પીડાતા હોય મોતની સોડ તાણી લીધી

ગોંડલ તા.૧૧ : ગોંડલ તાલુકાના પાટીદડ ગામ માનસિક બામારાથા કટાળા પટેલ યુવાન ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ તાલુકાના પાટીદડ ગામે રહેતા અને ખેતીકામ કરતા હસમુખભાઈ બાવનજીભાઇ હદવાણી ઉંમર ૩૮ પોતાની વાડીએ ઝેરી દવા પી મોત મીઠું કરી લેતા તેમના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસના જમાદાર એલ વી ડિંડોરે હાથ ધરી છે હસમુખભાઈ છેલ્લા ૨૦ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(11:15 am IST)