Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઉના-નવાબંદર મરીન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળે દારૂ સાથે ત્રણ શખ્સોને પકડયા

ઉના, તા. ૧૧ : ઉના તેમજ નવાબંદર મરીન પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૧ર સાથે ત્રણ શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉના પોલીસ સ્ટેશનના જમાદાર પી.જે. વાઢેરે એહમહપુર માંડવી ચેકપોસ્ટ પાસેથી દીવથી ઉના આવતી છકડો રીક્ષા જીજે-૧-એયુ-ર૩૭૧ને રોકતા અને તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ-૧૬ મળી આવેલ હતી. દારૂ તથા રીક્ષાની કિંમત મળી કુલ રૂ. ૪ર૪૦૦ના મુદામાલ સાથે ઉનાના બાલુ બારૈયા નામના શખ્સને પકડી પાડેલ છે.

નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના જમાદાર એચ.એચ. પરમાર તથા પો. કોન્સ્ટેબલ ગોપાલસિંહ દીપસિંહ પેટ્રોલીંગમાં નીકળેલ ત્યારે તડ ચેકપોસ્ટ પાસે ચીખલીના ખારા પાસેથી શૈલેષ સામત શિંગડ (કોળી) રહે. ડમાસાવાળાને વિદેશી દારૂની બોટલ નંગ ૪૮, કિ઼મત રૂ. ર૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ વાસોજ ગામના ખારા પાસેથી ભાવેશ મોહન ટાંચડ, રહે. વાવરડાવાળાને વિદેશી દારૂની ૪૮ બોટલ કિંમત રૂ. ૪૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. આમ ઉના અને નવાબંદર મરીન પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએથી વિદેશી દારૂની બોટલ ૧૧ર અને તેની કિંમત ૧૪૬૦૦ તેમજ છકડો રીક્ષાની કિંમત રૂ. ૩પ૦૦૦ મળી કુલ ૪૯૬૦૦ના મુદામાલ સાથે ત્રણ શખ્સોને પકડી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે. (૮.૬)

(10:19 am IST)