Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ખંભાળીયાઃ કરાટેમાં રાષ્ટ્રકક્ષાએ ગોલ્ડ મેડલ જીતનાર હિતાંશી જોષીનું સન્માન

ખંભાળીયા તા. ૧૧ : રાષ્ટ્રકક્ષાએ કરાટેની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ખંભાળીયાના શિક્ષક મુકેશભાઇ જોશી તથા એડવોકેટ શ્રીમતિ કિર્તીદાબેન ઉપાધ્યાયની દીકરી હિતાંશી જોષીએ બે સ્પર્ધામાં એકમાં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ તથા એકમાં રજતચંદ્રક પ્રાપ્ત કરતા ધનંજય મુકેશકુમાર જોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હિતાંશી જોષીના કરાટે નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા હિતાંશી જોષીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર-કચ્છના ટ્રસ્ટી મોહનભાઇ મોકરીયા, સૌરાષ્ટ્ર - કચ્છના યુવા મોરચા ઉપપ્રમુખ અમિતભાઇ જોશી, જામનગરના સુનીલભાઇ ખેતીયા, દા.સું. ગર્લ્સ સ્કૂલના પ્રજ્ઞાબેન, ધ્રોલના રાજેન્દ્રભાઇ જોશી, જગમામલભાઇ ભેટારીયા, જિલ્લા શિક્ષક સંઘ પ્રા.ના પ્રમુખ મેરામણભાઇ ગોરીયા, પાલિકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, અમિતભાઇ વ્યાસ, અજીતભાઇ, સુધાકર ચન્ને, પ્રજ્ઞાબેન ઉપસ્થિત રહ્યા હતા તથા કરાટેના હિતાંશીના ડેમોએ સારૂ આકર્ષણ જમાવ્યું હતું.

 

(9:26 am IST)