Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગોંડલમાં ૧૩૫ વિદ્યાર્થીઓને જેકેટ આપીને જન્મદિવસની ઉજવણી

ગોંડલ : આશાપુરા રોડ ઉપર રહેતા અને નગરપાલિકામાં ભાજપના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા ના ૧૧ વર્ષીય પુત્ર માંધાતાસિંહના જન્મદિવસ હતો પિતા પાસેથી કીમતી પ્રેઝન્ટ લેવાને બદલે પુત્રે ગરીબ વિદ્યાર્થીઓને સ્વેટર જેકેટ આપવાનું જણાવતા તેના પિતા રાજેન્દ્રસિંહ જાડેજા પણ ગદગદ થયા હતા અને ગુલમોહર રોડ ઉપર આવેલ સરકારી શાળા પ્રાથમિક શાળાનું બજારમાં ૧૩૫ વિદ્યાર્થીઓને ગરમ જેકેટ પહેરાવી માંધાતાસિંહ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો એટલું જ નહીં ત્યાંના વિદ્યાર્થીઓને બપોરનું ભોજન પણ કરાવ્યું હતું આ તકે શાળાના આચાર્યો અરવિંદભાઈ વોરા અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. ભાજપના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ તેઓના જન્મદિવસ ઉપર અંગદાન કરવાનો સંકલ્પ કરી સમાજને એક રાહ ચિંધી હતી.તેમના પુત્ર જન્મદિવસ પર જ ગરીબ બાળકોને ગરમ જેકેટ પહેરાવી મોરના ઈંડા ચીતરવા ના પડે કહેવતને યથાર્થ કરી બતાવી છે. (તસ્વીર - અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

(9:26 am IST)