Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વિસાવદરમા ''આપ''માં નવા ચૂંટાયેલ ધારાસભ્ય ભાયાણીએ ઘોડેશ્વાર થઈ વિજય સરઘસ કાઢ્યુ

  (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૦ : સમગ્ર ગુજરાતમા રાજકીય દ્રષ્ટીએ ધ્યાનાકર્ષક રહેલી વિસાવદર-ભેસાણની વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર-કદાવર પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાને ૭૦૬૩ મતે પરાજીત કરી જબરો રાજકીય અપસેટ સર્જનાર આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ ભાયાણીએ ગઈકાલે વિસાવદર શહેરની બજારો-માર્ગો પર ઘોડેશ્વાર થઈ વિજય સરઘસ કાઢયુ હતુ.ડીજેના સંગીતની ધુમ-ફટાકડાની ગુંજ-અબીલ ગુલાલની છોળો વચ્ચે નીકળેલ વિજય સરઘસમા સમગ્ર મતક્ષેત્રમાંથી આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરો-લોકો બહોળી સંખ્યામા જોડાયા હતા.

નવા ચૂંટાયેલા ધારાસભ્ય ભાયાણી લોકોનુ અભિવાદન ઝીલતા હતા.ભાયાણીનુ હારતોરાથી સ્વાગત કરાયુ હતુ.ભાયાણીએ સમગ્ર વિસાવદર-ભંેસાણ વિધાનસભા મતક્ષેત્રના વિવિધ પ્રશ્ને હંમેશા જાગૃત રહેશે અને સૌ સાથે મળી લોકહિતના કાર્યો કરતા રહેશુ તેવો પ્રજાને કોલ આપ્યો હતો.

(1:54 pm IST)