Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જામનગરના વોર્ડ નં.૧૫માં એનીમલ હોસ્‍ટેલની કામગીરીનું નિરીક્ષણ કરતા નાયબ કાર્યપાલક ઇજનેર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: મહાનગરપાલિકાની સીવીલ સાઉથ ઝોન દ્વારા વોર્ડ નં.૧પ મેઘજી પેથરાજ સ્‍કુલ કમ્‍પાઉન્‍ડમાં આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવાનું કામ૪ સહજાનંદ સોસાયટીમાં સ્‍ટ્રોમ વોટર ડ્રેનેજ તથા રણજીતસાગર ડેમ ખાતે એનીમલ હોસ્‍ટેલ બનાવવાની કામની સીવીલ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેષભાઈ પાઠક દ્વારા સાઈટ વીઝીટ કરી લગત એન્‍જિનીયરને સાથે રાખી આ કામના કોન્‍ટ્રાકટરને સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરવા સુચના આપી હતી.

સીવીલ શાખા સેન્‍ટ્રલ ઝોન દ્વારા લોકભાગીદારીની સ્‍કીમ અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્‍લોકના કામો પૈકી (૧) વોર્ડ નં.પ વાણંદ સમાજની વાડી પાસે જાગળતિનગર મેઈન રોડમાં સી.સી. રોડનું કામ (ર) વોર્ડ નં.પ૪ સત્‍યમ હોટલ પાછળ સી.સી. બ્‍લોકના કામની સાઈટ વીઝીટ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હરેશભાઈ વાણીયા દ્વારા કરવામાં આવેલ તેમજ લગત કોન્‍ટ્રાકટરોને ઝડપી કામો પુર્ણ કરવા સુચના આપી હતી.

ગાર્ડન શાખા દ્વારા શહેરના વિસ્‍તારો પૈકી સુમેર કલબ મેઈન રોડ૪ ક્રિકેટ બંગલો૪ બેડી બંદર રોડ વિ. વિસ્‍તારોમાં નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ મશીન દ્વારા ટ્રીમીંગ કામગીરી અંગે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હરેશભાઈ વાણીયા દ્વારા લગત એન્‍જિનીયરને સાથે રાખી સાઈટ વીઝીટ કરવામાં આવેલ તેમજ રૂટીન ફરીયાદ સમયસર નિકાલ કરવા સુચના આપવામાં આવેલ તેમજ વોટર ટેન્‍કર દ્વારા શહેર વિસ્‍તારના સેન્‍ટ્રલ ડીવાઈડરમાં ટ્રી-ગાર્ડ/રોપાને વોટર ટેન્‍કર વડે પાણી પીવડાવવાની કામગીરીના કામે રૂટીન વોટરીંગની કામગીરી કરવા એજન્‍સીને સુચના આપી હતી.

સીવીલ શાખા વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૭ માં મ્‍યુનિ. પ્રા. શાળા નં. પ૬/૬૦ (લાલ શાળા)માં નવા વર્ગ ખંડ બનાવવાના કામની સાઈટ વીઝીટ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હિમાંશુભાઈ જેઠવા દ્વારા કરવામાં આવેલ. લગત કોન્‍ટ્રાકટરને કામગીરી સત્‍વરે પુર્ણ કરવા સુચના આપી હતી.

(1:32 pm IST)