Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાતની પ્રાંત કારોબારી બેઠકમાં મોરબીના શિક્ષકોના પ્રશ્નો રજૂ કરતી જિલ્લા ટીમ.

મોરબી :  ડો. હેડગેવાર ભવન અમદાવાદ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની પ્રાંત કારોબારી બેઠકમાં મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના 32 જેટલા આ પ્રશ્નો દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી, પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી તેમજ રાજુભાઈ ગોહિલ સંગઠન મંત્રી હળવદ વગેરેએ કારોબારીમાં હાજર રહી ભાર પૂર્વક બત્રીસ જેટલા પ્રશ્નો રજુ કર્યા હતા.અને શીર્ષ નેતૃત્વ દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા માટે પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળે ખાત્રી આપી હતી
(૧) જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબત.
(૨) વિદ્યા સહાયકોને આપેલ ખાસ રજા SPL બાબત.
(૩)બોન્ડ વાળા શિક્ષકોના બોન્ડ રિમુવ કરવા બાબત
(૪)સાતમા પગાર પંચ મુજબ તમામ ભથ્થાઓ મંજુર કરવા.
(૫)આંતરિક,તાલુકા – જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકોને 100 % છુટા કરવા.
(૬)નવ રચિત જિલ્લાના જી.પી. એફ.એકાઉન્ટ જે તે જિલ્લામાં જ ઓપન કરી ટ્રાન્સફર કરવા.
(૭) શાળા કક્ષાએ સફાઈ કામદાર રાખેલ છે પણ છેલ્લા બે વર્ષથી શાળા સ્વચ્છતાની ગ્રાન્ટ મળતી નથી એ મંજૂર કરાવવી,
(૮) એકમ કસોટીના પેપર ઝેરોક્ષ તેમજ જુરૂરી સાહિત્ય, પાઠ્યપુસ્તકોની હેરફેર વગેરે માટે ખુબજ ખર્ચ થાય છે પણ છેલ્લા બે વર્ષથી કન્ટીજન્સી ગ્રાન્ટ મળતી નથી એ મંજુર કરાવવી.
(૯) HTAT આચાર્યોને એક વધુ ઈજાફો મંજુર કરાવવો,
(૧૦)HTAT આચાર્યોના ઉ.પ.ધો. મંજુર કરાવવા,
(૧૧)HTAT આચાર્યને કે.નિ. શિક્ષણની બઢતી કે ચાર્જ માટે સિદ્ધિ ભરતીવાળા માટે હુકમની તારીખ,મેરીટ જોવું અને બઢતી વાળાને ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવી.
(૧૨) કે.ની.ટી.પી.ઈ.ઓ.જેવી વર્ગ – ૨ ની સ્પર્ધાત્મક અને ખાતાકીય પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકો, મુખ્ય શિક્ષકોને પરીક્ષામાં બેસવા દેવા અને ભરતી માટે યોગ્ય ગણવા.
(૧૩)ઉ.પ.ધો. માટે SAS પોર્ટલ કે અન્ય ઓનલાઈન સિસ્ટમ દ્વારા ઓનલાઈન મંજુર કરાવવા.
(૧૪) તાલુકા-જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કારકુનની નિમણુંક કરી વર્ષોથી શિક્ષણના ભોગે કામ કરતા શિક્ષકોને મુક્ત કરાવવા.
(૧૫)બી.એલ.ઓ.જેવી શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત કરાવવા.
(૧૬)સી.પી.એડ.ડી.પી.એડ. શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિકમાં સમાવવા.
(૧૭) સી.આર.સી. બી.આર.સી. ભરતીમાં ધો.6 થી 8 માં કામ કરતા ગણિત – વિજ્ઞાન શિક્ષકો તેમજ HTAT આચાર્યોને છૂટ આપવી.
(૧૮)નાણાંકીય વપરાશના ઔચિત્યના સિદ્ધાંતોમાં ફેરફાર કરી એસ.એસ.એ. દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશ માટે લેવાના થતા ત્રણ ભાવની પ્રક્રિયામાં સુધારો કરી રૂ.૨૦૦૦/- ના બદલે રૂ.૫૦૦૦/- ની ખરીદી પર ત્રણ ભાવ લેવા તેમજ અનેક વસ્તુના રૂ.૫૦૦૦/- ની ખરીદીના બદલે એક વસ્તુની રૂ.૫૦૦૦/- ની ખરીદી પર જ ત્રણ ભાવ લેવા બાબત
(૧૯) વિકલ્પ લીધેલ શિક્ષકોને શાળામાં દાખલ તારીખથી જ સિનિયોરિટી ગણાવવા બાબત
(૨૦) તમામ પ્રકારના બદલી કેમ્પ માટે વખતોવખત થયેલા સુધારા સામેલ કરી ઉદાહરણ સાથે યોગ્ય અર્થઘટન કરતો પરિપત્ર બહાર પડાવવો જેથી સમગ્ર રાજયમાં એક સૂત્રતા રહે.
(૨૧)ધો. ૧ થી ૫ વાળી શાળામાં ઓછામાં ઓછા ત્રણ શિક્ષકોનું મહેકમ તેમજ ધો.૧ થી ૫ ની કુલ સંખ્યા ૧૨૧ થી ૨૦૦ સુધી એક શિક્ષક વધુ આપવા માટે મહેકમમાં સુધારો કરાવવો.
(૨૨)શિક્ષકોના મેડિકલ સારવારના બિલો સમયસર મંજુર કરાવવા.
(૨૩) પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા કાર્યક્રમો માટે અનેક પ્રકારની મોબાઈલ એપના બદલે એક જ એપ જ રાખવા બાબત.
(૨૪) વિદ્યા સહાયકોની ફિક્સ પગાર સમયની મેડિકલ રજાઓ કેરી ફોરવર્ડ કરી સેવાપોથીમાં જમા કરવા માટે રાજ્ય કક્ષાએથી પત્ર કરાવવો.
(૨૫) ધો.૧ થી ૫ ની શાળાઓમાં ઈન્ટરનેટની ગ્રાન્ટ ફાળવવા બાબત
(૨૬) શાળાઓમાં વહીવટી કાર્ય માટે કમ્પ્યુટર ફાળવવા બાબત.
(૨૭)અરસ પરસ બદલીઓમાં વતનનની જોગવાઈ દૂર કરાવવી.
(૨૮) કેન્દ્રના ધોરણે મોંઘાઈ વધારો મંજુર કરાવવો.
(૨૯) HTAT ઓ.પી. રદ કરી ક્રાઇટ એરિયા ટોટલ સંખ્યા 150 કરવામાં આવે નવી જગ્યાઓ જાહેરનામાં મુજબ બઢતીથી મુ.શિ.ની જગ્યાઓ ભરવામાં આવે.
(૩૦) HTAT માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવે.
(૩૧) શાળા કક્ષાએ શિક્ષણ સિવાયના કાર્યક્રમો ઓછા આપવામાં આવે જેથી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય મળે.
(૩૨)શાળાઓમાં પાઠ્યપુસ્તકો કે અન્ય સાહિત્ય પૂરતા પ્રમાણમાં પૂરું પાડવું, શિક્ષકો માટે પણ સાહિત્ય આપવા બાબત.

(6:55 pm IST)