Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીમાં વિશ્વ ઓઝોન દિવસે ઘરે બેઠા વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ.

મોરબી :  તા. 16 – સપ્ટેમ્બર ” વિશ્વ ઑઝોન દીવસ” નાં અનુસંધાને “ઘરે બેઠાં ” કેટેગરી મુજબ વક્તુત્વ સ્પર્ધામાં આપનાં વિચારો રજુ કરતો વિડીયો ફિલ્મ બનાવી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે

“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં “વિશ્વ ઑઝોન દીવસ “નાં અનુસંધાને “ઘરે બેઠાં” વક્તુત્વ સ્પર્ધા માં આપનાં વિચારો રજુ કરતો કેટેગરી મુજબ વિડીયો ફિલ્મ બનાવી ભાગ લેવાં માટે નાં પ્રશ્નો નીચે મુજબ છે
કેટેગરી-1 ધો. : K.G . 1, 2
કે-1 પ્રશ્ન (1) આપણે શ્વાસ માં ક્યાં વાયુ નો ઉપયોગ કરીએ છીએ.? આપણે શુધ્ધ હવા મેળવવા શું શું કરવુ જોઈએ ?
કેટેગરી-2 ધોરણ 3 થી 5
કે-2 પ્રશ્ન (2):- પર્યાવરણ એટલે શું ? પર્યાવરણ ને કઈ રીતે નુકશાન થતું અટકાવી શકાય ?
કેટેગરી -3 ધોરણ 6 થી 8
કે-3 પ્રશ્ન (3) : ઓઝોન એટલે શું ? પર્યાવરણ માં ઓઝોન સ્તર નું મહત્વ સમજાવો.
કેટેગરી-4 ધોરણ 9 થી12
કે-4 પ્રશ્ન (4) ઑઝોન લેયર એટલે શું ? અલ્ટ્રાવાયોલેટ કિરણો જીવસૃષ્ટિ માટે ખતરનાક છે. સમજાવો..
કેટેગરી – 5 (કૉલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ.)
કે-5 પ્રશ્ન (5):- ઓઝોન સ્તર પાતળું પડવાથી કે નુકશાન થવાથી તેની શું શું અસરો થશે ? ઓઝોન સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરે છે તેમજ વનસ્પતિઓ ને પણ નુકશાન કરે છે સમજાવો.
ઉપર દર્શાવેલ કેટેગરી 1 થી 5 નાં પ્રશ્ન છે. આ સ્પર્ધા માં ભાગ લેતાં બધા જ સ્પર્ધકો ને પ્રમાણપત્ર તથા વિજેતાઓ ને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવાં માં આવશે.
આ સ્પર્ધા માં ભાગ લેતાં સ્પર્ધકો એ જવાબ નો વિડીયો બનાવી નીચે આપેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર મોકલી આપો. એલ.એમ.ભટ્ટ 98249 12230 / 87801 27202
દિપેન ભટ્ટ 9727986386
આ સ્પર્ધા માં ભાગ લેવા માટે ની છેલ્લી તા. 16/9/2021 રાત્રે 9=00 સુધી માં મોકલી આપો

(6:51 pm IST)