Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જામનગરના નવાગામ-ધ્રાફામાં ૨ ઇંચ

જીલ્લાામં અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ યથાવત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: જામનગર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૨ ઇંચ વરસાદ પડ્યો છે.જામનગર જીલ્લાના વસઇ અને જામનગરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ફલ્લામાં ઝાપટા પડ્યા છે.

જ્યારે જોડિયાના હડીયાણા અને પીઠડમાં ઝાપટા વરસ્યા છે.આ ઉપરાંત ધ્રોલના લતીપુરમાં સવા ઇંચ અને લૈયારામા એક ઇંચ તથા કાલાવાડના નવાગામમાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે નિકાવા ખરેડી, મોટા વડાળા મોટા પાંચ દેવડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.જામજોધપુર તાલુકાના ધ્રાફામાં ૨ ઇંચ તથા સમાણા, જામવાડી, વાંસજાળીયા, ધનુડા, પરડવામાં ઝાપટા વરસ્યા છે.લાલપુર તાલુકાના મોડપરમાં પણ ઝાપટા પડ્યા હતા.

(3:24 pm IST)