Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જુનાગઢમાં જાહેરમાં જુગાર રમતી ૧૪ મહિલાની ધરપકડ

સાર્વજનિક પ્લોટમાં જ પાટલો શરૂ કરી દીધો'તો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ : જુનાગઢમાં જાહેરમાં જુગાર રમતી ૧૪ મહિલાની પોલીસે ધરપકડ કરતા હલચલ મચી ગઇ હતી.

શ્રાવણ માસ પુરો થઇ જવા છતાં હજુ જુગારની પ્રવૃતિ ચાલુ હોવાનુ ધ્યાન પર આવતા બી ડીવીઝનના પી.આઇ. રાઠોડના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ રઘુવીરભાઇ વગેરેએ ખલીલપુર રોડ સાંઇબાબાના મંદિર પાસે સાર્વજનીક પ્લોટમાં ગોપાલવાડીમાં જુગાર અંગે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ગોપાલવાડી-૩મા રહેતી ભુમિતા મુકેશભાઇ વડારીયા, ઇલા હિરેનકુમાર ડોબરીયા, લક્ષ્મી કાનજીભાઇ સોમાણી, કંચનબેન, મનોજભાઇ ગોંડલીયા, સવિતાબેન દિનેશભાઇ સાવલીયા, નિર્મળા ઉર્ફે મીનીષા રમેશભાઇ કોરીયા, ગીતા બાબુભાઇ કોરીયા, વજીબેન હરેશભાઇ ઠુંમર, ભાવિશ ભરતભાઇ ઉમરેટીયા, મનીષા ઉર્ફે પુજા  નિતીનભાઇ વિસાવાડીય, સંધ્યા રામજીભાઇ હપાણી, કોમલ કેતનભાઇ હીરપરા, કંચનબેન ગોરધન હીરપરા અને ચંપાબેન દુલર્ભભભાઇ હીરપરાને જુગાર રમતા ઝડપી લીધી હતી.

પોલીસે રૂ.૧રપ૧૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:23 pm IST)