Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કેશોદમાં બાઇક સવાર તણાયોઃ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ : ગત બુધવારે રાત્રે એકધારો વરસાદ પડતાં રાજમહેલ પાછળ આવેલી મેસવાણની ગારીમાં ઘોડાપૂર આવ્યું હતું. કેશોદના પુર્વ તરફનાં વિસ્તારમાં આવેલા મેદ્યના સોસાયટી,કર્મચારીનગર, રાજનગર અને ગોકુલનગર,દડેશ્વર સોસાયટીનાં રહીશો આવવા જવા માટે મેસવાણની ગારીનો કાયમી ધોરણે ઉપયોગ કરે છે ત્યારે ચોમાસામાં પાણી ભરાઈ જતાં આકસ્મિક ઘટના બને છે. એક બાઈકચાલક પોતાનાં ઘરે જતો હતો ત્યારે પાણીમાં તણાવા લાગતા નજરે જોનારાઓએ બાઈક છોડી સલામત સ્થળે ઉભી જવા બુમો પાડતાં બાઈક પુરમાં તણાઈ હતી. અને બાઈકચાલક લાઈટનો થાંભલો પકડી લેતા સદનસીબેઙ્ગ બચાવ થયો હતો. આ વિસ્તારના વોર્ડ નં આઠના રહિશોએ ચોમાસામાં અધટીત બનાવ બને નહીં તે માટે કાયમી ધોરણે પુલ બનાવવાની માંગ કરી છે.

(1:33 pm IST)