Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પોરબંદર જિલ્લામાં દારૃ-જુગારના ગુન્હાના પ આરોપીઓની 'પાસા'માં ધરપકડોઃ જેલ હવાલ

પોરબંદર તા.૧૦ : જિલ્લા દારૃ અને જુગારના ગુન્હાના પ આરોપીઓને પાસા તળે એલસીબીએ ધરપકડો કરીને જેલ હવાલે કરેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલી મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃીતઓ નિવારણ (સુધારણા) વટહુકમ ર૦ર૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહેલ તથા એલસીબીના પી.આઇ. એન.એેન. રબારીના માર્ગદર્શન હેઠળ દારૃ-જુગારના ગુન્હામાં પાસા હેઠળ ધરપકડ કરાયેલા પ આરોપી કુતિયાણા પો. સ્ટે.પાર્ટ બી જુગાર ધારા કલમ ૪,પ મુજબ ગુન્હાના આરોપીઓ (૧) દેવાયત ઉર્ફે દેવો હરદાસભાઇ સોલંકી (ઉ.વ.૩૬) રહે. કટવાણા ગામ, તા. કુતિયાણા વાળાને (અમદાવાદ જેલ) તથા વેજાભાઇ ગીગાભાઇ ઓડેદરા (ઉ.વ.૩૬) રહે.  બોખીરવાળાને સુરત જેલ હવાલે કરેલ છે.

હાર્બર મરીન પો. સ્ટે. પોરબંદર પાર્ટ સી. પ્રોહી ક.૬૬ (૧) બી, ૬પઇ, ૮૧,૯૮ (ર) મુજબના ગુન્હાના આરોપીઓ (૧) દિવ્યેશ ઉર્ર્ફ પાણીબોલો મુક.ેશભાઇ ભરાડા ઉ.વ.૧૯ રહે. ખારવાવાડ પોરબંદર (ર) મિતેષ ઉર્ફે ખાયજાવ રણછોડભાઇ ગોહેલ ઉ.વ.ર૬, રહે. ખારવાવાડને બંન્નેને વડોદરા જેલમાં મોકલી આપેલ છે. તેમજ બગવદર પો. સ્ટે. ગુ.ર.નં. પાર્ટ બી હથિયારધારા કલમ રપ (૧-બી)એ, વિગરેે મુજબના ગુન્હાનો આરોપી અરભમ રાયદેભાઇ ખુંટી (ઉ.વ.ર૮)  રહે. ભેટકડી  વાળાને સુરત જેલ હવાલે કરેલ છે. પાંચેય આરોપીઓ  સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અશોક શર્મા દ્વારા આ સામાવાળાઓને પાસા હેઠળ અમદાવાદ, વડોદરા, સુરતજેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પી.આઇ. એન.એન. રબારીએ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી પાંચેય આરોપીઓને મધ્યસ્થ જેલ અમદાવાદ, વડોદરા, સુરત ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી - કર્મચારી પોરબંદર એલસીબી પીઆઇ એન.એન.રબારી પીએસઆઇ એન.એમ.ગઢવી, બગવદર પો. સ્ટે.ના પી.એસ.આઇ. એચ.સી. ગોહિલ તથા જમાદાર જગમાલભાઇ વરૃ તથા રૃપલબેન લખધીરનાઓ રોકાયેલ હતા. 

(1:30 pm IST)